રક્ષાબંધનના દિવસે જુગાર રમતા અલગ-અલગ વિસ્તારમાંથી ૩૭ જેટલા ઈસમો ઝડપાયા હતા. જેમાં ૬ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. મહિધરપુરા અને ચોકબજારમાં જાહેરમાં જુગાર રમતા ઈસમો ઝડપાયા હતા.
પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, ગત રોજ ૧૫ ઓગસ્ટ અને રક્ષાબંધનની રજા હતી. દરમિયાન પોલીસ દ્વારા વરાછામાં સવજીની ચાલમાં આવેલા મકાનમાં બે પુરૂષ અને ૬ મહિલાઓ જુગાર રમતી ઝડપી પાડવામાં આવી હતી. જ્યારે માતાવાડી વિસ્તારમાં સદભાવના એપોર્ટમેન્ટના ચોથા માળે ફ્લેટમાં ૬ ઈસમો જુગાર રમતા ઝડપાયા હતા. અને વરાછામાં સંતોષી નગરના ૩૭ નંબરના મકાનમાં પાંચ ઈસમો જુગાર રમતા ઝડપાયા હતા.
મહિધરપુરા વિસ્તારમાં સુરત ટોકિઝ પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા હતા. જ્યારે મહિધરપુરા વિસ્તારમાં જ રૂઘનાથપુરા ચાલ ખાતે જાહેરમાં બાકડા પર જુગાર રમતા ૬ ઈસમો ઝડપાયા હતા. અને ચોકબજારમાં પંડોળ ખાતે રહેમતનગરની ગલી નંબર ૩ પાસે જાહેરમાં જુગાર રમતા ૯ ઈસમોને ઝડપી પાડ્યા હતા.