ગાંધીનગર સે.૧૦ પોલીસભવન ખાતે આજે જુદી જુદી ૩ સંસ્થા દ્વારા પોલીસ વડાને જીજ્ઞેશ મેવાણીના એન્કાઉન્ટર અંગેના પોલીસના વાઇરલ વિડીઓને ગંભીર ગણી તે પોલીસો સામે એફઆરઆઇ દાખલ કરવા અને પગલાં લેવા આવેદન પત્ર આપી માંગણી કરવામાં આવી છે.રાષ્ટ્રીય દલીત અધિકીર મંચ, દલિત મુસ્લિમ એકતા મંચ, હમારી આવાજ તરફથી ડીજીપીને આવેદન આપવામાં આવ્યું હતું.
ઉલ્લેખનિય છે કે, પોલીસ એન્ડ મીડિયા નામના વ્હોટ્સએપ ગૃપની ચેટ વાઈરલ થતા વડગામના સ્ન્છ અને દલિત એકિટવિસ્ટ જિજ્ઞેશ મેવાણીએ એની સુરક્ષાને લગતા સવાલ ઊઠાવ્યા છે. આ ગૃપમાં મીડિયાના કેટલાંક સભ્યો અને સીનિયર પોલીસ અધિકારીઓ છે. શુક્રવારે ગુજરાતના કેટલાંક પોલીસ અધિકારીઓ વચ્ચે થયેલી વાતચીત વાઈરલ થઈ હતી. વાયરલ થયેલી ચેટમાં બે વીડિયો શામેલ છે. એક વીડિયોમાં પોલીસ કર્મી નેતા જેવા દેખાતા એક વ્યકિતને પીટતા હોય તેવુ દેખાય છે. બીજા વીડિયોમાં ઉત્ત્।ર પ્રદેશના સી.એમ યોગી આદિત્યનાથ બદમાશોના એન્કાઉન્ટર સાથે જોડાયેલા પ્રશ્નોના જવાબ આપી રહ્યા છે. વ્હોટ્સએપ ગૃપ પર શુક્રવારે આ બંને વીડિયો અપલોડ થયા બાદ અમદાવાદ રૂરલના ડેપ્યુટી જીઁ એ એક ટેકસ્ટ મેસેજ કર્યો હતો. જેમાં તેમણે લખ્યું છે, ’જે લોકો પોલીસના બાપ બનવા જાય છે અને પોલીસને લખોટા કહે છે અને પોલીસનો વિડીયો બનાવે છે તેમણે યાદ રાખવું જોઈએ કે આવા લોકો સાથે પોલીસ આવો જ વ્યવહાર કરશે. હિસાબ બરાબર. ગુજરાત પોલીસ.’ જિજ્ઞેશે ટ્વીટર પર આશંકા જતાવી છે કે આ એક ગંભીર બાબત છે. તેને બે સીનિયર પોલીસ અધિકારીઓએ કહ્યું છે કે તેનું એન્કાઉન્ટર થઈ શકે છે. જિજ્ઞેશે કહ્યું કે તે ડીજીપી, ગૃહ મંત્રી અને હોમ સેક્રેટરીને આની ફરિયાદ કરશે. ઉલ્લેખનીય છે કે ૧૮ ફેબ્રુઆરીએ દલિત કાર્યકર્તા ભાનુ વણકરના મૃત્યુ બાદ અમદાવાદ બંધ માટે ધરણા કરવા જઈ રહેલા જિજ્ઞેશને પોલીસે કસ્ટડીમાં લીધો હતો. એ સમયે જિજ્ઞેશ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી. વીડિયોમાં જિજ્ઞેશ પોલીસને એમ કહેતો સંભળાય છે કે ’આ તમારા બાપની જાગીર નથી.’ જિજ્ઞેશે પોલીસ વાળા માટે લખોટા શબ્દનો પણ ઉપયોગ કર્યો હતો. અમદાવાદ એસપી (રૂરલ)નું કહેવું છે કે તેમણે મેસેજ માત્ર ફોરવર્ડ કર્યો છે અને તેમના મેસેજનો ઊંધો અર્થ કાઢવામાં આવી રહ્યો છે. ન તો આ વ્યકિતગત મેસેજ છે, ન તો કોઈ પ્રકારની ધમકી.