રાજ્યમાં ચાલતી વ્યાજબી ભાવની દુકાનના સંચાલકોની પ્રહલાદ મોદીની આગેવાનીમાં મણીનગરમાં બેઠક યોજાઈ હતી. જેમાં રેશન સંચાલકોને પડતી મુશ્કેલીઓ બાબતે ચર્ચા વિચારણા થઈ હતી. સાથે જ આગામી રણનીતિ નક્કી કરીને રેશન સંચાલકોના હિતમાં નિર્ણય કરાશે.
પ્રહલાદ મોદીની આગેવાનીમાં થયેલી બેઠકમાં વિવિધ બેનર સાથે રેશન સંચાલકો શારદાબેનની વાડી ખાતે હાજર રહ્યા હતા. સંચાલકોએ બેનન સાથે હાજર રહ્યા હતા અને બેનર લખ્યું હતું, બારકોડની પારદર્શિતા સંચાલકોનો ભોગ કેમ? ગુજરાતમાં રેશન દુકાનો બંધ કરવાનું ષડયંત્ર, બારકોડ સિસ્ટમમાં અખતરા કરવાનું બંધ કરો.