શહેરના અનેક વિસ્તારોમાં ગટરના પાણી ઉભરાયા, વિરાટનગરના કોર્પોરેટર રહિશોના રોષનો ભોગ બન્યા

434

વરસાદી પાણી ભરાવાની સમસ્યામાંથી શહેર હજી બહાર નથી આવ્યું ત્યાં ગટરના પાણી ઉભરાવાના કિસ્સા શહેરના અનેક વિસ્તારોમાં બન્યા છે. ગટરનું પાણી બેક મારતા સ્થાનિકોને હાલાકીની સામનો કરવો પડી રહ્યાં છે. અમદાવાદને અડીને આવેલા બોપલ-ઘુમા સહિત શહેરના પૂર્વ વિસ્તારમાં વિરાટનગર, મહાદેવનગર જેવા વિસ્તારોમાં ગટરના પાણી રસ્તા પર ફરી વળ્યા છે અને ઘરોમાં પણ ઘૂસી રહ્યાં છે. ગટરના પાણીથી રોગચાળો થવાની દહેશતના પગલે રહિશોએ રોષ વ્યક્ત કર્યો છે.

મહાદેવનગર ખારીકટ કેનાલ તરફની સોસાયટીમાં ગટરના પાણી ફરી વળ્યા હતા. વિરાટનગર વોર્ડના મહિલા કોર્પોરેટરે સ્થાનિકોના રોષનો ભોગ બનવું પડ્‌યું હતું. મીનાબેન પંચાલને સોસાયટીમાં ગટરના પાણી વચ્ચે સ્થાનિકોએ ચલાવ્યા હતા. મીનાબેનને સમસ્યા જાણવા માટે ગટરના પાણીમાં જવું પડ્‌યું હતું.

Previous articleરાજકોટ કોંગ્રેસમાં અંદરો-અંદર ‘ડખા’, વોટ્‌સએપ ગ્રુપ બંધ કર્યું
Next articleવ્યાજબી ભાવની દુકાનના સંચાલકોની પ્રહલાદ મોદીની આગેવાનીમાં બેઠક