ગાંધીનગરનું સચિવાલય સજ્જડ સુરક્ષા ધરાવે છે, ત્યારે આ જ સચિવાલયની બહાર પ્રેમી યુગલો મર્યાદા તોડીને અંગતપળો માણતા હોવાનું એક મહિલા આઈએએસના ધ્યાને આવતા તાત્કાલિક અસરથી પોલીસને જાણ કરી હતી. તે પછી ગાંધીનગર પોલીસે સચિવાલયના દરવાજાની આસપાસ સઘન પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. આ જ સચિવાલયમાં મુખ્યમંત્રી અને ગૃહમંત્રીથી લઈને તમામ મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની ઓફિસો આવેલી છે, અને તેઓ પણ આ જ દરવાજેથી અવર-જવર કરે છે.
સચિવાલયના અધિકારીઓ સાંજના સમયે ઘરે જાય ત્યાર બાદ સચિવાલયની બહારના દરવાજા પાસે અનેક યુગલો ભેગા થવા લાગે છે. આ યુગલ તમામ મર્યાદા ઓળંગીને અંગતપળો માણતા જોવા મળે છે. ગત સપ્તાહે સિનિયર મહિલા આઈએએસ અધિકારી ગેટ નંબર ૨ પરથી બહાર જઇ રહ્યા હતા, ત્યારે એક કારમાં એક યુગલ કઢંગી હાલતમાં જોવા મળ્યું હતું. આ કારમાં કોઇ અનૈતિક કામ થતું હોય તેમ લાગતા આ મહિલા આઈએએસ અધિકારીએ તાત્કાલિક ગાંધીનગરના સિનિયર પોલીસ અધિકારીને જાણ કરી હતી. જેથી સેક્ટર-૭ પોલીસ સ્ટેશનની ટીમે રોજ સચિવાલયના ગેટ નંબર ૨ અને ૩ની બહાર સાંજે પેટ્રોલિંગ શરૂ કરાવી દીધું હતું.
સચિવાલયની બહાર સાંજના સમયે પ્રેમી યુગલો અંગતપળો માણતા હોવાનું સામે આવી રહ્યું છે. આ જગ્યાઓ અતિ સંવેદનશીલ અને ફફૈંઁઓની અવર જવરના કારણે અતિ મહત્વની ગણાય છે. ગત સપ્તાહે ગુજરાતના એક સિનિયર મહિલા આઇએએસ અધિકારી સાંજના સમયે ગેટ નંબર ૨થી ઘરે જવા નીકળી રહ્યા હતા. આ દરમિયાન ત્યાં એક કાર પાર્ક હતી, એ સમયે તેમની કાર ત્યાં ધીમી પડી અને આ કારમાં પડદા લાગેલા હતા અને તેની અંદર યુગલ અંગતપળો માણી રહ્યું હોય તેમ લાગી રહ્યું હતું. આ જોઇને મહિલા અધિકારી ચોંકી ઉઠ્યા અને શરમમાં મુકાયા હતા.
આ વાતની જાણ તેમણે તાત્કાલિક ગાંધીનગર પોલીસના સિનિયર અધિકારીને જાણ કરી હતી. આ અંગે ગાંધીનગર પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા સપ્તાહથી ત્યાં પોલીસ પેટ્રોલિંગ શરૂ કર્યું છે અને ત્યાં કોઇ વ્યક્તિઓને કામ સિવાય ઉભા રહેવા દેવાતા નથી.