અંકુશ રેખા પર પાકિસ્તાનનો ગોળીબાર : સ્થિતી વિસ્ફોટક

438

જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી જટિલ અને વિવાદાસ્પદ કલમ ૩૭૦ની નાબુદી બાદ પાકિસ્તાન દ્વારા રાજ્યમાં ત્રાસવાદીઓને ઘુસાડી દેવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભારતીય સેના પણ જોરદાર જવાબ આપી રહી છે. ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના અનેક જવાનોના મોત થયા છે. જો કે મોતના આંકડા અંગે માહિતી મળી રહી નથી. ફેક ન્યુઝ ફેલાવનાર અને પોતાના સૈનિકોના સંબંધમાં હમેંશા ખોટી માહિતી આપવા માટે કુખ્યાત પાકિસ્તાનની ગુપ્તતર સંસ્થા આઇએસઆઇ દ્વારા પોતાના ત્રણ જવાનો માર્યા ગયા હોવાની વાત કબુલી લીધ છે. બીજી બાજુ એમ પણ કહ્યુ છે કે પાકિસ્તાનના ગોળીબારમાં ભારતના પાંચ જવાનોના મોત થયા છે. ભારતીય સેનાએ પાકિસ્તાનના આ દાવાને ફગાવી દીધો છે. ભારતના સ્વતંત્રતા દિવસના પ્રસંગે પાકિસ્તાની સેના દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. પુછના કૃષ્ણા ઘાટી વિસ્તારમાં પાકિસ્તાન દ્વારા કોઇ પણ ઉશ્કેરણીવગર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ભારતે જોરદાર જવાબી કાર્યવાહી કરી હતી. જેમાં પાકિસ્તાની સેનાને ભારે નુકસાન થયુ હતુ. તેના ૬ જવાનો માર્યા ગયા હોવાના હેવાલ મળ્યા છે.

પાકિસ્તાન દ્વારા અવિરત ગોળીબાર જારી રાખવામાં આવ્યો  છે. જમ્મુ કાશ્મીરને બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન ભારે લાલઘુમ છે. તેના દ્વારા તમામ પ્રકારના ઉશ્કેરણીજનક કૃત્યો કરવામાં આવી રહ્યા છે.

પાકિસ્તાનને હવે ભય છે કે તે પોતાના ત્રાસવાદના એજન્ડા પર હવે લાંબા સમય સુધી આગળ વધી શકશે નહીં. જેથી જમ્મુ કાશ્મીરમાં મોટા ત્રાસવાદી હુમલા કરવાને લઇને ત્રાસવાદીઓને ઘુસાડી દેવા માટે ઇચ્છુક છે. ભારતીય સેના પૂર્ણ રીતે એલર્ટ હોવાનો દાવોે નોર્ધન કમાન્ડના ચીફ લેફ્ટી. જનરલ રણબીર સિંહ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. ભારતીય સેના આક્રમક મુડમાં દેખાઇ રહી છે.

Previous articleવાહનોમાં નકલી HSRP નંબર પ્લેટ લગાવવાનું કૌભાંડ ઝડપાયું, વેપારી સહિત બેની ધરપકડ
Next articleવાજપેયીને પ્રથમ પુણ્યતિથીએ શ્રદ્ધાંજલિ