ગુજરાત સરકારની માલિકીની ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (gspc)એ અંતે ઓડિટ ડોકયુમેન્ટમાં કબૂલ્યું છે કે તેને રૂ. ૧૪,૯૨૩ કરોડની ખોટ ગઈ છે. આમાં gspcની કેજી બેઝિન ઓપરેશનનો ૯૦ ટકા હિસ્સોર્ gspcને વેચી દીધા બાદ મળેલા રૂ. ૮૦૦૦ કરોડના ફંડનો પણ સમાવેશ થાય છે. અત્યારે સ્થિતિ એવી છે કે gspcએ હવે બેન્કો અને ફાયનાન્શર્સને રૂ. ૧૫,૦૦૦ કરોડથી વધુ રકમ ચૂકવવી પડશે. આ અંગે સંપર્ક કરાતા gspcની જોઈન્ટ મેનેજિંગ ડિરેકટ ટી. નટરાજને આ વાતને પુષ્ટિ આપી પણ જણાવ્યું, ’આ બીજુ કંઈ નહિં પણ એકાઉન્ટિંગની એક પ્રક્રિયા છે.ર્ gspcની ડીલ અને અને ઋણની પુનઃરચના અને કાયદાકીય ઔપચારિકતાના ભાગ રૂપે અમે અમારી ખોટ પ્રોફિટ-લોસ એકાઉન્ટમાં બતાવી છે.’ ઓડિટ રિપોર્ટમાં gspcએ નોંધ્યું છે કે, ’કેજી બ્લોકમાં સારી માત્રામાં ગેસ અને સંઘનિત સંગ્રહ છે. પરંતુ હાઈ પ્રેશર, ઊંચુ તાપમાન અને દરિયાથી દૂર અનામત પુરવઠાને કારણે અપેક્ષા પ્રમાણે ઉત્પાદન મેળવવવા માટે વધુ મૂડી રોકાણને કારણે કંપની આ સ્થિતિમાં આવી છે.’ રિપોર્ટમાં એ પણ નોંધાયું છે કે કંપની ભવિષ્ય માટે વધારે મૂડી ફાળવી શકે તેમ ન હોવાથી કેજી સંપત્ત્િ।ને વ્યૂહાત્મક રીતેર્ ંgspcમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. એવી ચર્ચા છે કે હવે gspc તેના ઋણને રિસ્ટ્રકચર કરવાનું આયોજન કરી રહી છે પરંતુ હવે સરકાર ગુજરાતના કરદાતાઓના પૈસામાંથી આ કરજ ઉતારે એ સિવાય બીજી કોઈ ઉજળી આશા દેખાતી નથી. વ્યાજના દર દિવસેને દિવસે વધતા જાય છે ત્યારે ય્જીઁઝ્ર પાસે બેન્કને ચૂકવવા માટે આવકનો કોઈ મોટો સ્રોત રહ્યો નથી અને કંપનીના માથે દેવુ વધતુ જ જાય છે. કોર્પોરેશન હવે આંતરિક રિસ્ટ્રકચરિંગ અને ય્જીઁન્ તથા ય્ય્ન્ જેવી કંપની સાથે મર્જર જેવા વિકલ્પો પર વિચાર કરી રહી છે.