સિહોર પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જ પો.ઇન્સ. પી.આર.સોલંકી એ મિલ્કત સબંધી અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરવા શિહોર પોલીસ સ્ટાફને સુચના આપેલ જે અનુંસંધાને શિહોર પોલીસ ના ડી.બી.ટીલાવત તથા ગૌતમભાઇ રામાનુજ તથા કુલદીપસિંહ ગોહીલ તથા શક્તિસિંહ સરવૈયા તથા મહેશગીરી ગૌસ્વામી તથા અનીરુધ્ધસિંહ ડાયમા એ રીતેના પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન નેસડા-નવાગામ કનીવાવ વચ્ચે આવેલ કહારાના નાળા પાસે પહોચતા એક લાલ કલરનુ નંબર પ્લેટ વગરનુ રોયલ એન્ફિલ્ડ નીકળતા તેને રોકી મજકુર ઇસમનુ નામ-ઠામ પુંછતા ભરતરામ હિંમતરામ ગોંડલીયા જાતે-મારાજ ઉ.વ.૩૦ રહે-પાલીતાણા જી.ભાવનગર વાળો હોય જેની પાસે સદરહુ વાહન ની આર.સી. બુક માંગતા તેણે જણાવેલ કે સદરહુ વાહન કેતનભાઇ ઝાપડીયા રહે. રાજકોટ વાળા પાસેથી રૂ.૬૦,૦૦૦/- માં લીધેલ છે અને સદરહુ વાહન ફાઇનાન્સ માં ખેચાઇ ગયેલ છે અને તેની આર.સી.બુક ૨ મહીના પછી મને કેતનભાઇ ઝાપડીયા આપશે તેવુ જણાવતા મજકુર ઇસમ કેતનભાઇ વિપુલભાઇ ઝાપડીયા જાતે-કોળી ઉ.વ. ૨૧ રહે- ભડલી તા- વિંછીયા જી.રાજકોટ વાળા ને જડપી લઇ સદરહુ રોયલ એન્ફિલ્ડ બાબતે યુક્તિ-પ્રયુક્તિ થી પુછપરછ કરતા સદરહુ રોયલ એન્ફિલ્ડ રાજકોટ નાના મૌવા સર્કલ પાસેથી ચોરેલ હોવાનુ જણાવેલ તેમજ બીજુ એક રોયલ એન્ફિલ્ડ રેસક્રોસ સર્કલ પાસેથી ચોરેલ અને પોતાના કબ્જામાં હોવાનુ જણાવેલ જેથી નં. એક રોયલ એન્ફિલ્ડની કિમંત રૂ.૬૦,૦૦૦/- ગણી બે રોયલ એન્ફિલ્ડની કિ.રૂ. ૧૨૦,૦૦૦/- ગણી સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ કબ્જે કરેલ તેમજ પુછપરછ કરતા બન્ને રાજકોટથી કેતનભાઇ વિપુલભાઇ ઝાપડીયા વાળાએ રાજકોટ શહેર માંથી નાના મૌવા સર્કલ તથા રેસક્રોસ સર્કલ પાસેથી ચોરેલ હોવાની કબુલાત આપેલ જેથી યોગ્ય કાર્યવાહી કરેલ છે.