કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા ખાતે સંસ્થાના પટાંગણમાં લાયન્સ સિટીના પ્રમુખ લાયન નિલેશભાઈ દવેના વરદ હસ્તે સંસ્થાના પ્રમુખ શશીભાઈ વાધર, જન.સેક્રેટરી લાભુભાઈ સોનાણી, માનદમંત્રી મહેશભાઈ પાઠક તેમજ અન્ય ટ્રસ્ટીઓ અને વિશાળ વિદ્યાર્થીગણની હાજરીમાં ૭૩મા સ્વાતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે સંસ્થાના પ્રજ્ઞાચક્ષુ બાળકો દ્વારા દેશભક્તિના ગીતો સાથે યોગ નિદર્શન તેમજ ફુગા ફોડ, સંગીત-ખુરશી સર્કલ બોલ, લીંબુ ચમચી, એક મિનિટ રાઉન્ડ જેવી રમતો રમાડવામાં આવી હતી. જેમાં વિજેતા બનનાર દરેક સ્પધકોને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શશીભાઈ આર. વાધર અને અધ્યક્ષસ્થાનેથી નીલેશભાઈ દવેએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. જ્યારેલાભુભાઇ સોનાણીએ સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.