અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના જેશિંગપુર ગામે પતિએ પત્નીની હત્યા કરી પોતે પણ કરી આત્મહત્યા ગ્રૃહકંકાશમાં આવું કૃત્ય કર્યું હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે. અરવલ્લી જિલ્લાના અંતરિયાળ એવા ભિલોડા તાલુકાના જેશિંગપુર ગામે રાત્રીએ કોઈપણ સમયે પતિ કિરીટ નિનામાએ પત્ની સોનિયાને પોતાના જ ઘરમાં બોથડ પદાર્થ વડે માથા અને મોઢાના ભાગે ઘા ઝિંકી મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. પરિવારજનોને વહેલી સવારે જાણ થતા પરિવારજનોએ સમગ્ર ઘટના બાબતે ભિલોડા પોલીસને જાણ કરી હતી.
મૃતક દંપતી કિરીટ નિનામા અને સોનિયા નિનામા ગામની સિમમાં આવેલા ખેતરમાં બનાવેલ મકાનમાં રહેતા હતા. જેથી હત્યા અને આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ બંને વચ્ચે કોઈ કારણોસર ગ્રૃહકંકાસ થવાથી કિરીટ નિનામાએ પોતાની પત્ની સોનિયા બેનની ઘાતકી હત્યા કરી હોય અને પાછળથી લાગી આવતા પોતે પણ પોતાના ઘરમાં જ દોરડીથી લટકી આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસ અને પરિવારજનોનું પ્રાથમિક અનુમાન છે. ભિલોડા પોલીસે સમગ્ર બાબતે મૃતદેહોને પીએમમાં મોકલવાની તજવીજ હાથધરી વધુ તપાસ હાથ ધરી છે.