બાબરા નજીક આવેલ ઇંગોરાળા ગામે બે દિવસ પહેલા ગામમાં રખડતો ભટકતો રેઢીયાર ગૌ વંશ આખલાને કોઈ અજાણ્યા વિકૃત શખ્સે આખલાના પાછળના ભાગે ધારદાર મારી દીધું હતું આ ભાલુ આખલાના શરીરમાં આરપાર ત્રણથી ચાર ઇંચ જેટલું ઊતરી ગયેલું હતું અને તેના શરીર પર લોહી વહેતું હતું ને આખલો શરીર પર વાગેલા ભાલા સાથે બજારમાં આમથી તેમ ભટકતો હતો ત્યારે ગામના એક નાગરિક ની નજર આખલા પર પડતા તેણે તત્કાલ બાબરા ગૌરક્ષકો ને જાણ કરી હતી ગૌરક્ષકો ની ટીમ ઇંગોરાળા ગામે પહોંચીને આખલા નું રેસ્કયુ કરી આખલા ના શરીરમાં લાગેલ ભાલા ને બહાર કાઢી સારવાર કરી હતી.
શ્રાવણ માસે અધમતા થી જીવદયા પ્રેમી અને ગૌરક્ષકો માં રોષ જોવા મળ્યો હતો.
હજુ થોડા દિવસો પહેલા પણ ઇંગોરાળા ગામ નજીક આવેલ વલારડી ગામ એ પણ હરામ ખોર દ્વારા ઝેરી લાડુ બનાવી વાડીના સેઢે મુકી પાંચ થી છ જેટલા મુંગા પશુ ઓ ને મોત ને ઘાટ ઉતાર્યા હતા. ત્યારે પણ આ તમામ મામલો આ ગામ માં દબાઈ ગયો હતો. તાજેતર માં
ઈગોરાળા ગામે બનેલ બનાવ ઉપર પરદો પડે તે પહેલા આવું કૃત્ય કરનારા નરાધમો ને પકડી પાડવા માંગ ઉઠી છે અત્રે યાદ રહે કે ઈંગોરાળા ગામે અબોલ પશુ ઉપર નો જુલ્મ નવી બાબત નથી ગત તા ૨૦/૧૧/૧૮ આજુબાજુ ઈંગોરાલા ગામે ૩ ખેડૂતો સામે રેઢિયાળ પશુ ને અસહ્ય મારા મારવા મુદ્દે અરજી થઈ હતી અને ત્રણે ખેડૂતો સામે પોલિસે વિધિવત કાર્યવાહી પણ કરેલી હતી