બરવાળા પંથકમાં રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

549

બરવાળા પંથકમાં ભાઈ બહેનના પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં બહેનો દ્વારા પોતાના ભાઈની રક્ષા કાજે રાખડી બાંધી પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.

શ્રાવણી પુનમ ના પાવન દિવસે ભાઈ બહેનના અમર પ્રેમ ના પ્રતિક સમાન ગણાતો રક્ષાબંધન પર્વ બોટાદ જિલ્લા સહિત બરવાળા પંથકમાં ધામધૂમથી ઉજવાયો હતો ભાઈ ની રક્ષા કાજે બહેન દ્વારા ભાઈ ને રક્ષા રૂપી કવચ રાખડી બાંધી રક્ષાબંધન ના પર્વ નિ ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી હતી કહેવાય છે કે ભારતમાં જ ભાઈ બહેનના પ્રેમ ના પ્રતિક સમા મુખ્ય તહેવારો ભાઈ બીજ અને રક્ષાબંધન ના તહેવાર નું આગવું મહત્વ છે વિશ્વ માં બીજા કોઈ દેશ મા આવો તહેવાર ઉજવાતો નથી ભાઈ ની રક્ષા કાજે બહેન ભાઈના કાંડે રાખડી બાંધે છે અને આશીર્વાદ આપે છે જ્યારે ભાઈ બહેન ની રક્ષા કાજે અંતર આત્મા થી વચન આપે છે આદિ અનાદિ કાળ થી આ રક્ષાબંધન ના તહેવાર નિ ઉજવણી થતી આવી છે. જ્યારે આ વર્ષે ભાઈ બહેનના ફોટા વાળી રાખડી આકર્ષણ નું કેન્દ્ર બની હતી.

Previous articleઈંગોરાળા ગામે વિકૃત શખ્સે ગૌવંશને લોહીયાળ ઈજા કરી
Next articleબરવાળામાં ૭૩માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી