બાજરડાની માધ્યમિક શાળામાં રાજય સરકારના સમાજ કલ્યાણ મંત્રાલય દ્વારા સરસ્વતી સહાય યોજના અન્વયે શાળાની ૧૯ વિદ્યાર્થિનીઓને સાઈકલનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. સાઈકલ વિતરણ હાઈસ્કુલના પ્રમુખ અબ્બાસભાઈ તથા આચાર્ય રાજેશ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે ટ્રસ્ટના સદસ્યો, યુવા અગ્રણી નાસીર સંધરિયાત તથા શાળા પરિવારના શિક્ષકો પુનમભાઈ અને ધર્મેશભાઈ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.