મહુવા તાલુકાની આંગણકા પ્રાથમિક શાળા દ્વારા ધ્વજવંદન કાર્યક્રમમાં ભારતીય લશ્કરમાં જોડાયેલા જેઠવા શૈલેષભાઇ લાલજીભાઇ દ્વારા ધ્વજવંદન કરવામાં આવેલ. જેઠવા શૈલેષભાઇ લાલજીભાઇને શાળા અને ગામ સમસ્ત દ્વારા મોમેન્ટો-ટ્રોફી અને શાલ અને પુસ્તક આપી સન્માન કરવામાં આવેલ. રાજ્યકક્ષાએ દુહા-છંદ-લોકસાહિત્ય ક્ષેત્રે કુંચાલા જિજ્ઞેશભાઇ નીરૂભાઇને શાળા અને ગામ સમસ્ત દ્વારા મોમેન્ટો-ટ્રોફી અને શાલ અને પુસ્તક આપી સન્માન કરવામાં આવેલ. બાળકો દ્વારા રેલી અને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવેલ.