ઘોઘા ગામે ઈલેકટ્રીક શોક લાગતાં ભેંસનું મૃત્યુ

964

ભાવનગર જિલ્લા ના ઘોઘા ગામે ભરવાડ શેરી માં રહેતા માલધારી જગદીશ મેરાભાઈ મેર ગુરુવારે સવારે પોતાની ભેંસો લઈને ચરાવવા માટે નીકળ્યા હતા ત્યારે વરકુવાડા-મફતનગર વિસ્તાર માં દશામાં ના મંદિર પાસે આવેલ ટીસી નજીકમાં આવેલા ઈલેકટ્રીકના સિમેન્ટના થાંભલામાંથી ભેંસ ને વીજ શોક લાગતા ભેસ નું તરફડીને મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે જગદીશભાઈ મેર એ પોલીસમાં જાણ કરતા હે.કો જે.બી.નરેલા એ જાણવાજોગ નોંધી તપાસ શરૂ કરી છે. આ બાબત ની જાણ થતા ઘોઘા સરપંચ અંસાર રાઠોડ તથા તલાટી મંત્રી જયેશ ડાભી સહિત ના દોડી આવ્યા હતા.

Previous articleઆંગણકા પ્રાથમિક શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો
Next articleરાજુલામાં આખરે રખડતા આખલા પકડવાની કામગીરી શરૂ થતા રાહત