રાજુલા શહેરને દરેક ખાંચા ગલીઓમાં આખલાઓના ત્રાસથી પ્રજા ત્રાહિમામ પોરકારી ગયા હતાં. આખલા યુદ્ધથી એક વૃદ્ધાનું પણ મોત થયું હતું ત્યારે આ બાબતે અખબારી અહેવાલો પ્રસિદ્ધ થયા હતાં. સોશ્યલ મીડિયામાં યુવાનોએ લડત ચલાવાઈ હતી. બાદમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બકુલભાઈ વોરાએ વન વિભાગ પાલિકા તંત્ર સહિતને રજુઆત કરી હતી. આજરોજ પાલિકા તંત્ર દ્વારા વેન માફરત વિવિધ વિસ્તારોમાંથી આખલાને પકડવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. વિવિધ વિસ્તારોમાં ટિમ દ્વારા આખલા પકડવાની કામગીરી હાલ ચાલુ કરતા લોકોમાં રાહતની લાગણી પ્રસરી જવા પામી છે.
જાણવા મળીત વિગત મુજબ રાજુલાના વિવિધ વીસ્તારોમાં જેવા કે જવાહર રોડ સવિતાનગર માર્કેટીંગ યાર્ડ ભેરાઈ રોડ જાફરાબાદ રોડ પોલીસ સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં અંદાજિત ૧૦૦ કરતા વધારે આખલાઓના અડ્ડા રહે છે. છાશવારે તેના યુદ્ધથી પસાર થતા રાહદારીઓ લોકો મહિલાઓ વૃધ્ધો ત્રાહિમામ પોકારી ગયા હતાં. આ બાબતે લોકોના કાળ બનતા આખલાને મુકવા તો કયા મુકવા વન વિભાગે પણ મંજુરી ન આપી તો ધારાસભ્ય અંબરીષભાઈ ડેર વન વિભાગને પણ જાણ કરી કે આ શહેરીજનોના કાળ બનતા આખલાને વનમાં મુકવા મંજુરી બાબતે કાર્યવાહી શરૂ કરી પણ હાલની પરિસ્થિતિ ધાર્મિક તહેવારોને ધ્યાને રાખી અને વિશ્વ પ્રસિદ્ધ હોડાવાળી ખોડીયાર આશ્રમે કનુભાઈ ધાખડા કિશોરભાઈ ધાખડા સાથે મળી આશ્રમના મહંત શેષનારાયણ બાપુ જે હાલ પ૦૦૦ ગાયમાતાઓને જીવની જેમ સાંચવે છે તે બાપુને અરજ કરી તો બાપુએ માનવતાથી મંજુર આપતા કનુભાઈ ધાખડા અને નગરપાલિકા પ્રમુખ કાન્તાબેન કિશોરભાઈ ધાખડા દ્વારા શહેરમાંથી આખલા ભરવા માટેનું મોટુ વાહન દ્વારા આખલા પકડવાનું શરૂ કરતા શહેરની જનોમાં ખુશીનો માહોલ છવાયો છે. આ બાબતે પાલિકા પ્રમુખ કાંતાબેન કિશોરભાઈ ધા્ંખડાએ જણાવ્યું હતું કે હાલમાં વન વિભાગની મંજુરી માંગી છે. હાલમાં હોડવાળી ખોડિયાર માતાએ બધા આખલાઓને લઈ જવામાં આવે છે. આવનારા સમયમાં આખા ગામને આખલા મુકત કરશે.