ભાઈ-બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.રક્ષાબંધનના તહેવાર ઉપર બોટાદ જીલ્લાના રાણપુરમાં આવેલી ચંપાબેન સુખલાલ ગદાણી હાઈસ્કુલ દ્વારા છેલ્લા ૬ વર્ષથી રક્ષાબંધનની અલગ રીતે ઉજવણી કરવામાં આવે છે.અહીની વિદ્યાર્થીનીઓ રાણપુર શહેરના આર.એમ.પી.બેરીંગ, રાસ બેરીંગ, આલ્ફા બેરીગ, રિયલ સ્પિંટેક્સ, ત્રિંકેટ બેરીંગ, ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ, સરકારી કચેરીઓ, બેન્કો તેમજ રાણપુરના નાના-મોટા વેપારીઓ, લારી ગલ્લાવાળા, રિક્ષાવાળા સહીત રાણપુરના આજુબાજુના ગામો જેવા કે નાગનેશ, દેવળીયા, બરાનીયા, રાજપરા, ધારપીપળા, સાંગણપુર, કેરીયા, વેજળકા જેવા અલગ-અલગ ગામડાઓ તથા કંપનીઓ, સંસ્થાઓમાં જઈને દરેક ભાઈઓને રાખડી બાંધવામાં આવી છે અને તેમાં ૫૫૦૦૦ હજાર રૂપિયા એકત્રીત થયા હતા. આ તમામ રૂપિયા રાણપુર પાંજરાપોળ ને દાનમાં આપવામાં આવ્યા હતા.જયારે વિદ્યાર્થીનીઓ ભાઈઓ ને રાખડી બાંધે છે ત્યારે તમામ ને વ્યસનમુક્તી, વૃક્ષોરોપાણ તેમજ સફાય અભિયાન જેવા સામાજીક કાર્યો કરવાની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવે છે.આ વખતે ૫૫૦૦૦ હજાર રૂપિયા દાનમાં આવ્યા હતા અને હાઈસ્કુલના સંચાલક સંજયભાઈ ગદાણી,રાજીવભાઈ ગદાણી ટ્રસ્ટી,રેખાબેન ગદાણી ટ્રસ્ટી,જીતેશભાઈ સાંકળીયા આચાર્ય તથા વિદ્યાર્થીનીઓ દ્રારા તમામ રૂપિયા રાણપુર પાંજરાપોળ ના કાર્યકરતા જિનેશભાઈ શાહ,રાજુભાઈ શાહ,પ્રદિપભાઈ જોધાણી તથા રાજેશભાઈ નારેચણીયા દ્રારા રાણપુર પાંજરાપોળ વતી સ્વીકારવામાં આવ્યા હતા.ચંપાબેન સુખલાલ ગદાણી હાઈસ્કુલની વિદ્યાર્થીનીઓના આ પ્રકારના સેવાકીય કાર્યની રાણપુર પંથકમાં ભારે પ્રસંસા કરવામાં આવી હતી.અને લોકોને એક નવો રાહ ચિંધ્યો હતો.