મહુવામાં હુસૈની યુથ દ્વારા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી

480

હુસૈની યુથ, મહુવા દ્વારા ૭૩ માં સ્વતંત્રતા દિવસની ઉજવણી રોઝ એ માઅસુમીન (અ.સ), નજફ સોસાયટી, મહુવા માં કરવામા આવી.  જેમાં કાર્યક્રમની શરૂઆત કુરઆને પાકની આયતોની તિલાવતથી કરવામાં આવેલ. મૌલાના અલમદાર હસનૈન સાહેબ (પ્રિન્સિપાલ, મકતબે હુસૈની – મહુવા) ના હસ્તે ઘ્વજવંદન કરવામાં આવ્યું અને મેહદવી સ્કાઉટ્‌સ ના બાળકોએ માર્ચ-પાસ્ટ કરેલ.  મૌલાના સાહેબે પોતાના પ્રવચનમા શારીરિક આઝાદી સાથે રૂહાની (વિચાર અને દિલની) આઝાદી પર વાત કરતા કહ્યું કે હિન્દૂ અને મુસ્લિમ હિન્દુસ્તાનના બે હાથ છે, અગર એક ને ઇજા થશે તો બીજાને પણ થશે, અગર બંને હાથ સાથે ચાલશે તો દેશની ઉન્નતિ થશે. અંતમાં દેશમાં અમનો-અમાન સલામતી માટે દુઆ અને હાજર રેહનાર તમામ હોમ-ગાર્ડ સ્ટાફ અને શિરકત કરનારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

Previous articleબાબરા તાલુકાના ભૂતળમાં ફેરફારથી કુતુહલ
Next articleમહુવા તાલુકાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દયાળ ગામે કરાઈ