સ્વામિનારાયણ ગુરૂકુળ પ્રાથિમક વિદ્યાલય ગુજરાતી-અંગ્રેજી માધ્યમ તથા હાઈસ્કુલ – સિહોરમાં ૭૩માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સિહોર નગરપાલીકાના પ્રમુખ દિપ્તીબેન ત્રિવેદીના હસ્તે ધ્વજ ફરકાવી કરવામાં આવેલ પ્રમુખ તથા પ.પુ.સ્વામીજી દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધન કરવામાં આવેલ. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા સમુહ કવાયત રજુ કરેલ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ,ો દેશભક્તિ ગીત, વકતવ્ય તથા લાઈવ ગીત રજુ કરવામાં આવેલ. ધો ૧ થી ૧૦માં રમતોત્સવની હરીફાઈમાં પ્રથમ અને દ્વિતિય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને મેડલ તથા પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવેલ. મલ્લુકા કૃતાર્થ દ્વારા લાઈવ ગીત રજુ કરી મહેમાનોત થા વાલીઓને એક શ્રેષ્ઠ કલાકારની યાદ અપાવેલ. આ કાર્યક્રમમાં સિહોર ન.પા. પ્રમુખ દિપ્તીબેન ત્રિવેદી મંગુબેન ન.પા. સદસ્ય, જિલ્લા પ્રમુખ ઉપેન્દ્રભાઈ, મીલનભાઈ કુવાડિયા, રસુલભાઈ પરશુરામભાઈ, કિશનભાઈ મહેતા, ધવલભાઈ તથા સંસ્થાના ટ્રસ્ટી અશોકભાઈ તેમજ સિહોરના અગ્રગણ્ય નાગરિકો, વાલીઓ તેમજ બાળકો બહોળી સંખ્યામાં હાજર રહેલ અંતમાં તમામ વાલીઓ તથા વિદ્યાર્થીઓને ચોકલેટ આપી મો મીઠુ કરાવેલ.