બાબરા તાલુકાના ભૂતળમાં ફેરફારથી કુતુહલ

586

બાબરા તાલુકા ના દરેડ અને ગરણી ગામે ૫૦૦ ફૂટ ઉંડા બોર માંથી એક સામટા હવા ના પ્રેશર બાદ પાઈપ લાઈન સહિત ઇલેક્ટ્રિક ઉપકરણ બહાર નીકળવા ની સાથોસાથ કુતુહલ સર્જાયું હતું તો બીજી તરફ બાબરા શહેર નજીક ચમારડી ગામ ની શિમ સહિત નીલવડા જવા ના રસ્તા ઉપર ધાર્મિક જગ્યા માં પણ રીંગ બોર માંથી પાણી ના ધોધ છૂટ્યા ની ધટના સામે આવી હતી

મળતી વિગત મુજબ દરેડ થી ગલકોટડી જવા ના રસ્તા ઉપર ભાવેશભાઈ માલવીયા ની વાડી માં ૫૦૦ફૂટ ના  રીંગ બોર  મા આજે વેહલી સવારે અવાજ આવતા વાડીએ હાજર વાડી માલીક અને પોતાના વાડી પાડોશી બોર પાસે ભેગા થયા તે દરમિયાન થોડી મિનિટોમાં  બોર માથી એકાએક મોટર પાઈપ સાથે ઉચી ઉડી ને બહાર ફગોળાય હતી અને બોર માથી ભારે પે્‌સર સાથે હવા પણ બહાર આવી હતી . જ્યારે બીજા બનાવ માં  તાલુકા ગરણી ગામે રેહતા લાભુભાઈ ની વાડી એ પણ આવીજ રીતે પોતાના બોર મા રહેલ મોટર પાઈપ  સાથે બહાર ફેકાય હતી અને લોકો આ ઘટના જોવા દોડી ગયા હતા.  તાલુકા માં થોડા દિવસો પહેલા આવા અન્ય બે બનાવો પણ ધ્યાને આવ્યા હતા પરંતુ જીલ્લા ભૂસ્તર વિભાગ આ બાબતે અજાણ હોવાનું અને બનાવ સંદર્ભે કોઈ એ માહિતગાર નહી કર્યા ની ચર્ચા વચ્ચે કુતુહલ સર્જાયું છે થોડા વર્ષો પહેલા બાબરા તાલુકા ના નાનીકુંડલ નજીક જમીન માં એકા એક હોલ પડ્યા હતા અને ઓઈલ જેવું પ્રવાહી પણ બહાર આવ્યા ની યાદી લોકો દ્વારા કરવા માં આવી છે બાબરા તાલુકા ના પેટાળ માં થતા ફેરફાર અંગે સરકારી તંત્ર તપાસ કરે અને લોકો કુતુહલ સાથે વ્યાપેલા ભય માંથી બહાર આવે અને સત્ય હકીકત થી વાકેફ થાય તે અગત્ય નું હોવાનું માનવું રહ્યું.

Previous articleરાણપુરની ગદાણી હાઈ.ની વિદ્યાર્થીનીઓએ રક્ષાબંધનની અનોખી રીતે ઉજવણી કરી
Next articleમહુવામાં હુસૈની યુથ દ્વારા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી