મહંત પુરાણી સ્વામી વિષ્ણુપ્રકાશદાસજી (અથાણાવાણા)ની પ્રેરણાથી તેમજ પુજારી સ્વામીની અથાગ મહેનતથી યાત્રાધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરમાં તા. ૧પ-૮ને ગુરૂવારના રોજ કેકના અન્નકુટ ધરાવવામાં આવેલ. તથા બપોરે ૧ર-૦૦ કલાકે કેકના અન્નકુટ નિમિત્તે દાદની ભવ્ય્ અન્નકુટ આરતી કો. વિવેકસાંગરદાસજી દ્વારા કરવામાં આવેલ આરતી દર્શન તથા કેક અન્નકુટ દર્શનનો તેમજ ૧પમી ઓગષ્ટ સ્વતંત્રતા દિવસને લીધે દાદાના સિંહાસનને વિશેષ શણગાર કરવામાં આવેલ જેના દર્શનનો લાભ હરિભક્તોએ લીધેલ.