ભારતના ૭૩ માં સ્વાતંત્ર્ય દિનની તાલુકા કક્ષાની ઉજવણી રાણપુરના રાજપુરા ગામે પ્રાથમિક શાળા ખાતે ઉજવણી કરવામાં આવી હતી.સવારે ૯ કલાકે રાણપુર તાલુકાના રાજપુરા ગામે પ્રાથમિક શાળા ખાતે ૭૩ માં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાણપુરના મામલતદાર સુ.શ્રી તમન્ના એચ.ઝાલોડિયાના વરદ્ હસ્તે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. અને મામલતદાર તમન્ના એચ.ઝાલોડીયાએ ૭૩ માં સ્વાતંત્ર્ય દિને હાજર લોકો ને સંબોધન કર્યુ હતુ.સાથે વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.આ તાલુકા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.સાથે રાણપુર ગ્રામ પંચાયતમાં સરપંચ અબ્બાસભાઈ ખલાણીના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો,તાલુક પંચાયતમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો,ધી.જન્મભુમિ હાઈસ્કુલમાં મુકુંદભાઈ વઢવાણા ના હસ્તે,ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ ખાતે ગોવિંદસિંહ ડાભીના હસ્તે,મુખ્યકુમાર શાળા ખાતે રાણપુરના વરિષ્ટ અગ્રણી વેપારી હારૂનભાઈ વડીયાના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.જીવન વિકાસ પ્રાથમિકશાળામાં ધ્વજવંદન ની સાથે સાંસ્કૃતિક યોજાયો હતો,હેત વિદ્યાલય ખાતે પરંપરાગ વિદ્યાર્થીઓના હસ્તે ધ્વજ ફરકાવવાની સાથે પ્રભાતફેરી અને ભવ્ય સાંસ્કૃતિક પ્રોગ્રામ યોજાયો હતો,શ્રીમતિ ચંપાબેન સુખલાલ ગદાણી હાઈસ્કુલમાં ધ્વજવંદન કરવામાં આવ્યુ હતુ,એન એમ ગોપાણી કોલેજ ખાતે,મનુભાઈ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે,સર્વોદય માધ્યમિક સ્કુલ ખાતે અશોકસિંહ ડોડીયાના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.સાથે રાણપુર તાલુકાના અલમપુર પે સેન્ટર શાળામાં ૭૩ માં સ્વાતંત્ર્ય ના દિને યુવા જાગૃત સમિતિ દ્વારા દ્રિતીય વિદ્યાર્થી ઈનામ વિતરણ અને સરકારી કર્મચારી સન્માન સમારોહ યોજાયો હતો.જેમાં અલમપુર ગામના તેજસ્વી તારલાઓ અને સરકારી કર્મચારી તેમજ શાળાના શિક્ષકો ને શ્રેષ્ટ કામગીરી કરવા બદલ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.