મહાપાલિકાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં મેયર મનભા મોરીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

777

ભાવનગર મહાપાલિકા દ્વારા પુર્વ ઝોનલ કચેરી, ૧પ૦ ફુટ રીંગરોડ ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવેલ. જેમાં મેયર મનભા મોરીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને રાષ્ટ્રગાન સાથે સલામી આપી હતી. આ પ્રસંગે મેયરે નગરજનોને ૭૩માં સ્વાતંત્ર્ય દિનની શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમમાં ડે. મેયર અશોક બારૈયા, ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, નેતા પરેશ પંડયા, વિપક્ષ નેતા જયદિપસિંહ ગોહિલ, શિક્ષણ સમિતિ ચેરમેન નિલેષ રાવલ, શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણી, કમિશ્નર એમ.એ. ગાંધી, નાયબ કમિશ્નર ગોવાણી, એમ.વી. રાઠોડ, સીટી. એન્જી. ચંદારાણા સહિત અધિકારીઓ, નગરસેવકો, કર્મચારીઓ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે  વૃક્ષારોપણ તથા રોપાનું વિતરણ કરવામાં આવેલ.

Previous articleસ્વાતંત્ર્ય દિનની તાલુકા કક્ષાની ઉજવણી રાણપુરના રાજપુરા ગામે કરવામાં આવી
Next articleશામપરા ગામે સ્વાતંત્ર્ય પર્વની શાનથી ઉજવણી