ગારિયાધાર ખાતે તાલુકાનો ૭૦મો વનમહોત્સવ યોજાયો

498

ગારિયાધાર તાલુકાનો ૭૦ મો વન મહોત્સવ ગારિયાધારના માર્કેટિંગ યાર્ડ ખાતે તા ૧૬ ના રોજ સંપન્ન થયો.  કાર્યક્રમને સંબોધિત કરતા પર્યાવરણ વિશેષજ્ઞ તખુભાઈ સાંડસુરે જણાવ્યું,’જો આપણે આપણી પ્રાકૃતિક વિરાસતને જાળવવામાં,તેના વિસ્તાર માટેના પ્રયત્નો પૂરતાં પ્રમાણમાં નહીં કરીએ તો તેના માઠાં પરિણામો સમગ્ર માનવજાતને ભોગવવા પડશે. સિંહ જેવું પ્રાણી ગુજરાતને પ્રાપ્ત થયું છે તે ગૌરવની ઘટના છે વન અને વન્ય પ્રાણીઓ એક સિક્કાની બે બાજુઓ છે તેથી આ સંપદાને જાળવી રાખવી તે માનવતાનું કાર્ય છે. તેઓએ પોતાના આફ્રીકા ખંડના પ્રવાસની વિગતો ટાંકી ને ગુજરાત સાથે તેની તુલના કરી.મદદનીશ વનસંરક્ષક  એ. બી. પરમારએ જિલ્લામાં, રાજ્યકક્ષાએ વન વિભાગ દ્વારા ચાલી રહેલી વિવિધ યોજનાઓ અને વન વિભાગની પ્રવૃત્તિઓનો સવિસ્તાર ખ્યાલ આપ્યો હતો.  ગારીયાધાર વિસ્તાર વધુ માત્રામાં વૃક્ષારોપણ અને વૃક્ષ જાળવણીમાં સૌ જોડાય તેવો અનુરોધ કર્યો. ગારિયાધારની વાલમ જળ અભિયાન સમિતિએ સાતહજાર વૃક્ષોનો ઉછેર કર્યો છે .તે એક દીવાદાંડીરૂપ ઘટના છે તેથી તે સંસ્થાના કાર્યકરો નું સન્માન કરીને વૃક્ષ ઉછેરની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવ્યું. વનરાજસિંહ સરવૈયાનુ વ્રૃક્ષ ઉછેર માટે સન્માન કરવામાં આવ્યું.ધારાસભ્ય  કેશુભાઇ નાકરાણીએ ઉદબોધનમાં કહ્યું કે ગ્લોબલ વોર્મિંગની વિઘાતક અસરો આવતા દિવસોમાં ઊભી થવાની છે. ત્યારે વૃક્ષ તેમાંથી બહાર નીકળવા ચાવીરૂપ ભૂમિકા અદા કરશે આપ સૌ રાજ્ય સરકાર દ્વારા ચાલી રહેલી યોજનાઓનો લાભ લઈ વધુ માત્રામાં વૃક્ષારોપણ કરો તેવો અનુરોધ કરું છું .આંગણવાડી કાર્યકર બહેનો પોતાની આસપાસના વિસ્તારમાં ઓછામાં ઓછાં પાંચ વૃક્ષો ઉછેરવાનો સંકલ્પ કરે તેવી મારી અપીલ છે. નગરપાલીકા પ્રમુખગીતાબેન વાઘેલા, જિલ્લા પંચાયતના સભ્યગોવિંદભાઈ મોરડીયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ  કનુભાઈ સાડસુર ,મામલતદાર , તાલુકા વિકાસ અધિકારી તથા અન્ય સરકારી અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં . સ્વાગત વન અધિકારી  બારૈયાએ કર્યું હતું. વન રક્ષક ક્રૃપાબેન જાનીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન ગોપાલભાઈ પટેલે કર્યું હતું. સરપંચઓએ, તાલુકાના વિવિધ ગામોના અગ્રણીઓએ વિશેષ હાજરી આપી હતી.

Previous articleભાવનગર ડિસ્ટ્રીકટ કોર્ટમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી
Next articleસ્વાતંત્ર્ય દિનની તાલુકા કક્ષાની ઉજવણી રાણપુરના રાજપુરા ગામે કરવામાં આવી