બ્રાયન લારાના ઘરે પાર્ટીનું આયોજન, ભારતીય ખેલાડીઓ પાર્ટીમાં થયા સામેલ

408

નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ પહેલા વિશ્વના મહાન બેટ્‌સમેનોમાં સામેલ બ્રાયન લારા (મ્િૈટ્ઠહ ન્ટ્ઠટ્ઠિ)એ હમવતન ખેલાડીઓની સાથે ભારતીય ક્રિકેટરો માટે પોતાના ઘર પર પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીની તસ્વીરો યજમાન ક્રિકેટર ડ્‌વેન બ્રાવોએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. બ્રાવોએ પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર બે ફોટો શેર કરતા લખ્યું, ’અમારા બધાની યજમાની કરવા માટે બ્રાયન લારાનો આભાર… પોતાની ટીમના સાથીઓ અને અમારા ભારતીય ભાઈઓની સાથે આ પ્રકારનો સમય પસાર કરવો હંમેશા સારૂ લાગે છે.’એક તસ્વીરમાં બ્રાવોની સાથે લારા સિવાય ક્રિસ ગેલ, જેસન, પોલાર્ડ જોવા મળી રહ્યાં છે, તો બીજી તસવીરમાં ભારતીય ખેલાડી કેએલ રાહુલ, રવીન્દ્ર જાડેજા, કેદાર જાધવ અને રોહિત શર્મા જોવા મળી રહ્યાં છે.

મહેમાન અને યજમાન ખેલાડી મેદાનની સાથે-સાથે બહાર પણ મોજ-મસ્તી કરી રહ્યાં છે. હાલમાં ભારતના ઘણા ખેલાડીઓએ કેરેબિયન દ્વીપો પર સમુદ્ર કિનારે અને હોળીઓમાં સમય પસાર કર્યો હતો.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ ૨૨થી ૨૬ ઓગસ્ટ સુધી અને બીજી ૩૦ ઓગસ્ટથી ૩ સપ્ટેમ્બર સુધી રમાશે.

Previous articleકેન્ડલ જેનર વિશ્વની સૌથી મોંઘી મોડલ તરીકે યથાવત
Next articleનારોલ સર્કલ પાસે BMW કાર આગમાં ખાખ