કલોલની જૂથ અથડામણમાં૧૬ સામે ફરિયાદ દાખલ

689
gandhi2622018-1.jpg

કલોલ શહેરનાં રેલ્વે પાસે આવેલા નટનગર વિસ્તારમાં કિશોરીને રીક્ષાએ ટક્કર માર્યા બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને ટોળા સામ સામે આવી ગયા હતા. સાંજે પોલીસ ખડકી દઇને ટીયર ગેસનાં સેલ છોડીને મામલો થાળે પાડ્‌યો હતો. ટોળા દ્વારા વાહનો પણ સળગાવવામાં આવ્યા હતા. ત્યારે આ બનાવમાં કલોલ શહેર પોલીસે ૧૬ શખ્સો સામે ફરીયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શુક્રવારની રાત્રે તથા શનિવારે પણ દિવસભર આ વિસ્તારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. અને આ મામલે વધુ કોઈ તંગદિલી ન ફેલાય તે માટે સતત તકેદારી રાખવામા આવી રહી છે.
જયારે બીજી તરફ શુક્રવારની રાત્રે તથા શનિવારે પણ દિવસભર આ વિસ્તારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. કલોલમાં શુક્રવારે સાંજે સામે આવેલી દંગાની ઘટનામાં રાજ લખુભાઇ નટ દ્વારા ૧૬ શખ્સો સામે ફરીયાદ નોંધાવવામાં આવી છે.
 રાજભાઇનાં નોંધાવ્યાનુંસાર કિશન જયંતીભાઇ નટની રીક્ષા એક છોકરીને સામાન્ય અડી જતા તેનું ઉપરાણુ લઇને કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો અને નટ નસીબ બાબુભાઇની રીક્ષાનો કાચ તોડ્‌યો હતો.નટ લોકોને જાતિ વિષયક ઉદબોધન કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપી લોખંડની પાઇપથી હુમલો કર્યો હતો અને નસીબભાઇની રીક્ષા, પટવારીભાઇનું બાઇક તથા ભરતભાઇનું બાઇક સળગાવીને હુમલો કર્યો હતો. જેમાં ૧૬ શખ્સો સામે નામ જોગ ફરીયાદ આપવામાં આવી છે.
આચાર્ય, સથવારા સંદિપ વાસુભાઇ, પંડ્‌યા રંજનીકાંત અશોકભાઇ, પ્રકાશ બચુભાઇ, પરમાર પ્રગ્નેશ લક્ષ્મણભાઇ, સોલંકી વિષ્ણુભાઇ મણીલાલ, બારોટ અતુલ જયંતીલાલ, સથવારા પિનાકીન વાસુભાઇ, વણકર કૃણાલ મહેશભાઇ, કોડીયા નિહાર ભરતભાઇ તથા મકવાણા મૌલીક મહેશભાઇ,સામા પક્ષે અનિલકુમાર નટવરલાલ કટારીયા દ્વારા રાજ લખુભાઇ નટ, રમેશ નટ, માલમ નટ, લાલો નટ, પ્રકાશ નટ, અરવીંદ નટ, ભરત નટ, સુનિલ નટ, જગો નટ, નરેશ નટ તથા પચાસ જેટલા માણસોનાં ટોળા સામે આઇપીસી કલમ ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૯૫, ૨૩૨, ૫૦૪ તથા એસી-એસટી કલમ ૩(૨)૫ ૩(૧)૧૦ હેઠળ ફરીયાદ નોંધાવી હતી. 
પોલીસ દ્વારા આ બનાવનાં આરોપીઓની શોધખોળ શરૂ કરીને ધરપકડનો દોર શરૂ કરી દીધો છે. શનિવાર સાંજ સુધીમાં સંદિપ સથવારા, રજનીકાંત પંડ્‌યા, કડીયા પ્રકાશ, પરમાર પ્રજ્ઞેશ, અતુલ બારોટ, વિક્રમ સોલંકી, સથવારા પિનાકીન, વણકર કૃણાલ, કોડીયા નિહાર તથા મૌલીક મહેશભાઇને ઝડપી લીધા હતા.આ બનાવ બાદ નગરમાં ભારે તંગદિલી ફેલાઈ ગઈ હતી.

Previous articleસે-૨૩માં વધુ એક કારના ટાયર ચોરી, ગાંધીનગરમાં ટાયર ચોરતી ગેંગનો તરખાટ યથાવત્‌
Next articleરાજ્યસભાની ચૂંટણીઃ ભાજપ રૂપાલા- માંડવિયા અને કોંગ્રેસ સોલંકી- બાબરિયાને જીતાડશે