વિશાલા સર્કલથી નારોલ જતી બીએમડબ્લ્યૂ કારમાં શુક્રવારે સાંજે એકાએક આગ ફાટી નીકળી હતી.
બોપલમાં રહેતા દીગ્વિજયસિંહે કાર પીપલજ ખાતે આવેલ ગેરેજમાં રીપેરિંગ માટે આપી હતી. ફોરમેન વિશાલા સર્કલથી નારોલ તરફ જઈ રહ્યો હતો ત્યારે અચાનક આગ લાગી હતી. ફોરમેન સમયસર કારમાંથી બહાર નીકળી ગયો હતો. ફાયર બ્રિગેડે આગ બુઝાવી દીધી હતી. કારમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.