ચૂંટણી પંચે ૧૬ રાજ્યની ૫૮ બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ચૂંટણી ૨૩ માર્ચે યોજાશે તે જ દિવસે પરિણામ પણ જાહેર થશે. ૧૨ માર્ચ સુધીમાં ઉમેદવારી પત્રકો ભરવાના રહેશે.
ગુજરાત-કર્ણાટકની ૪, બિહાર-મહારાષ્ટ્રની ૬, ઉ.પ્ર.માં ૧૦, પ.બંગાળ ૫ સહિત ૫૮ બેઠક માટે જંગ ખેલાશે. કોંગ્રેસમાંથી ભરતસિંહ સોલંકી અને દિપક બાબરીયા રેસમાં આગળ છે. ભરતસિંહના માર્ગમાં શક્તિસિંહ ગોહિલ છે. બંનેમાંથી કોઈ એકને તક મળી શકે છે.
ભાજપનો વ્યૂહઃ અત્યારે ૪ બેઠકો ભાજપ પાસે છે. જેટલી, પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા અને શંકર વેગડ. રૂપાલા અને માંડવીયા પટેલ નેતા છે. બંને કેન્દ્રમાં મંત્રી પણ છે. લોકસભા ચૂંટણીને જોતા ભાજપ પોતાના પટેલ નેતાઓ ઉપર રિસ્ક લેવા માગશે નહીં. આ સ્થિતિમાં ભાજપ અરુણ જેટલીને ગુજરાતથી યુપી કે મહારાષ્ટ્ર મોકલી શકે છે. ત્યાં અનુક્રમે ૧૦ અને ૬ બેઠકની ચૂંટણી છે અને ભાજપ માટે માર્ગ મોકળો છે.