ગુજરાતમાં વરસાદી માહોલ અકબંધ : જળાશય છલકાયા

509

ગુજરાતમાં વરસાદી માહોલ અકબંધ રહ્યો છે. રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને રાજ્યના અનેક ભાગોમાં આજે વરસાદી માહોલ અકબંધ રહ્યો હતો. સૌરાષ્ટ્રના ધણા જિલ્લાઓમાં વરસાદ થતા જનજીવન પર અસર થઈ હતી. જુનાગઢ પંથકમાં જુદા જુદા વિસ્તારોમાં ઉલ્લેખનીયવરસાદ થયો હતો. કેશોદમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા સાથે સાથે વેપારી પેઢીઓ અને ઓફિસોમાં પાકી હાજરી જોવા મળી હતી. બીજી બાજુ વડોદરામાં ફરીવાર વરસાદી માહોલ જામ્યો છે. ડભોઈમાં ભારે વરસાદની સ્થિતી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. બજારોમાં પણ પાણી પાણી જોવા મળ્યા હતા. આ ઉપરાંત વિરમગામમાં પણ શહેર અને ગામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ અકબંધ રહ્યો હતો. નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાં વરસાદના કારણે નર્મદા ડેમમાં પાણીની સપાટીએ ૧૩૨.૪૧ મીટર સુધી પહોંચી ગઈ છે. ગુજરાતમાં હજુ સુધી સરેરાશથી વધારે એટલે કે ૮૬.૪૫ ટકા થઈ ચુક્યો છે. અહીંના ૩૪ જળાશયોના ૭૦ થી ૧૦૦ ટકા સુધી પાણીનો સંગ્રહ છે. રાજ્યમાં શુક્રવાર સુધી ૨૭ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ પણ વરસાદી માહોલ અકબંધ રહ્યો છે. પ્રદેશમાં કુલ ૨૦૪ જળાશયો છલકાઈ ગયા છે. રાજ્યના વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સૌથી વધારે પાણીની આવક વાળા જળશયમાં સરદાર સરોવરમાં ૧૦૨૪૧૦ ક્યુસેક પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર જળાશયમાં ૭૯.૦૧ ટકા પાણી સંગ્રહ થયું છે. કચ્છ, દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થયો છે. ગયા વર્ષે કચ્છમાં સીઝનમાં ૪.૩૭ ઈંચ વરસાદ રહ્યો હતો. આ સીઝન દરમિયાન હજુ સુધી  ૧૬.૧૦ ઇંચ સુધીનો વરસાદ થઈ ચુક્યો છે. ૧૦૨.૦૪ ટકા વરસાદ થયો છે. આ વખતે પણ રાજ્યમાં ઉલ્લેખનીય રીતે વરસાદ થયો છે. વરસાદી માહોલના કારણે ખેડુત સમુદાયની સાથે સાથે સરકાર પણ સંતુષ્ટ છે. રાજ્યમાં ૧૬મી ઓગસ્ટ સુધી નોંધપાત્ર વરસાદ થયો છે. બીજી બાજુ હવામાન વિભાગના કહેવા મુજબ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જારી રહી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, વલસાડ, તાપી, ડાંગ, સુરત, છોટા ઉદેપુરમાં હળવા ઝાપટા પડી શકે છે. ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, રાજકોટ, જામનગર, મોરબી અને કચ્છમાં પણ ઝાપટા પડી શકે છે. મહેસાણામાં પણ ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે.

Previous articleપારસી અગાયરીમાં પુજન કરી નવા વર્ષના અભિનંદન પાઠવ્ય
Next articleનર્મદામાં હવે વાઇફાઇ અને રિવર રાફ્ટીંગ સુવિધા રહેશે