લોકભારતી સોણસરા ‘દર્શક’ વ્યાખ્યાન માળા સાહિત્યકાર માધવ રામાનુજ વ્યાખ્યાન આપશે

568

લોકભારતી સણોસરા ખાતે દર્શક વ્યાખ્યાન માળામાં સાહિત્યકાર માધવ રામાનુજ વ્યાખ્યાન આપશે અહિં પુર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરાશે.

આગામી ગુરૂવાર તા. ર૯ના દિવસે લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરા ખાતે મનુભાઈ પંચોળી દર્શક સ્મારક વ્યાખ્યાન માળાના સત્તરમાં મણકાનું વ્યાખ્યાન સાહિત્યકાર માધવ રામાનુજ આપશે, જેનો વિષય જીવનમાં હકારાત્મક અભિગમ રખાયો છે.

સંસ્થાના વડા અરૂણભાઈ દવે તથા રઘુવીરભાઈ ચૌધરી અને નિયામક હસમુખભાઈ દેવમુરારિના સંકલન સાથે અહિં લોકભારતીના પુર્વ વિદ્યાર્થીઓ મુકતબેના સંઘવી ભાવસાર (નીલપર), અરવિંદભાઈ ત્રિવેદી, પ્રદિપભાઈ આસ્તિક, રવીન્દ્રસિંહ સરવૈયા તથા યોગરાજસિંહ ગોહિલનું સન્માન કરાશે.

Previous articleજાફરાબાદ ન.પા. દ્વારા વૃક્ષારોપણ
Next articleપ્રિય જીંદગી, જત લખવાનું કે