રાજુલાથી સોમનાથ ફોરટ્રેક રોડના કોન્ટ્રાકટર એગ્રો કંપનીએ ૧૦ ગામોના ગૌચર બીન કાયદેસર ખોદી નાખી લાખો ટન કીમતી ખનીજની ચોરી કરી રોડમાં પાથરી દેતા ડેપ્યુટી કલેકટર ડાભી દ્વારા કૌભાંડનો પર્દાફાશ કરી ખાનજી ખાતા પાસે રેડ પડાવી ગાડીઓ સહીત પકડી રૂા. સાડા પાંચ કરોડનો દંડ ફટકારતા ચકચાર ડેપ્યુટી કલેકટર ડાભીને ૧૦ જેટલા ગામોની જનતાની લોક ફરીયાદ આવતા જેમા ભાવનગરથી સોમનાથ ફોરટ્રેક હાઈવેમાં માટી નાખવા માટે ગેરકાયદે રીતે ૧૧ ગામોના ગયના ગૌચરણ વિસ્તારમાંથી મોટી ચોરી કરવાનું જબરૂ કોંભાડ શરૂ કર્યુ જેની જામ કલેકટર ડાભીને થતા પુરી ચકાસણી કરવા નીકળેલ પણ તેણે રંગે હાથ માટી ચોરી કરતા લાખો રૂપીયાના વાહનો પકડી પાડી નાગેશ્રી પોલીસ મથક હવાલે કરી અમરેલી ખાણ ખનીજ ખાતાને રીપોર્ટ કર્યાથીમામલો બીચકાયો અને જેમા ભટવદર ગામેથી કરોડો ટન ખનીજ કીમતી પથ્થરો અને માટી બાર પટોળીથી લઈ સમઢીયાળા જાફરાબાદના ધોળાથી લઈ શેલાણા ટીંબી વિસ્તારમાં ગેરકાયદે અનેક ગામોમાં તંત્રની રજા મંજુરી વગર ૨૪ કલાક કામો શરૂ કરી લાખો ટન ખનીજ અને તે પણ ગાયોના ગૌચરની જમીનમાંથી ઉપાડીને ફોરટ્રેક રોડમાં પાથરી દીધાનો પર્દાફાશ ડેપ્યુટી કલેકટર ડાભી દ્વારા અમરેલી ખાણ ખનીજ વિબાગને જાણ કરી આ વિસ્તારમાં દરોડા પાડી માપણી કરાતા મોટુ કૌભાંડ બહાર આવ્યુ અને પટેલ કાયદેસર કાર્યવાહી આરંભતા ફોરટ્રેક રોડની એગ્રો નામની કંપની રંગેહાથ વાહનો સાથે ઝડપી પાડી તપાસમાં પણ કૌભાંડ કર્યાનો પર્દાફાશ થતા અમરેલી ખાણ ખનીજ વિબાગ દ્વારા એગ્રો કંપનીને રૂા સાડા પાંચ કરોડનો દંડ ફટાકરતા બાબરીયાવાડના ભૂ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે આ દંડ ફટાકરતાની સાથે જ રોડમાં ગેરકાયદે ચાલતા કોભાંડની પોલ ખુલી જતા રોડનું કામ કાય સંદતર બંધ થઈ જવા પામેલ છે. તેમજ ડાભીના નિવેદનમાં સરકારી ખનીજ સંપત્તિની રખેવાળ જાગૃત જનતા હોય છે અને જનતાના સાથ વગર કોભાંડકારીઓ યેનકેન પ્રકારે છુટથી ફરતા હોય છે. પણ હજી અમોને જનતાનો સાથ મળશે તો હજી ઘણા કૌભાંડો ખુલવામાં વાર નહી લાગે જ.