ધંધુકા તાલુકાના ઝીંઝર ગામની સીમમાંથી પસાર થતી લખતર-વલ્લભીપુર નર્મદા કેનાલ બનાવવામાં આવી છે. આ કેનાલનું કામ ૧૯૯૭થી કરવામાં આવ્યું છે. પણ કેનાલ બનાવતી વખતે ખેડુતો દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા રાખવા રજુઆતો કરવામાં આવી હતી. પણ નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા માત્રા ઠાલા વચનો આપીને આથજ દિન સુધી ખેડુતોને ગુમરાહ બનાવ્યા છે. અને હજુ પણ રજુઆતો બાદ કોઈ નકકર કાર્યવાહી કરવામાં આવી નથી. આ નર્મદા કેનાલના પાળના કારણે ચોમાસામાં ખેતરોમાં પાણી ભરાયેું રહે છે. નર્મદા અને ખેતરો વચ્ચે પાણી કાઢવાની કોઈ જગ્યા રાખવામાં આવી નથી તેથી દર ચોમાસે ખેડુતોને કઠિન સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. અને ચોમાસા બાદ પણ ખેતરોમાંથી પાણી ઓસરાતું નથી તેથી ખેડુતો પોતાના ખેતરમાં ખેતી કરી શકતા નથી અને ખેતીના અભાવે ખેડુતને લાખો રૂપિયાનું નુકશાન થાય છે. તેથી ચિંતાતુર ખેડુત દેવાના ડુંગર તળે દબાયેલો જોવા મળે છે. આ અંગે ગામના ખેડુત ગણપતસિંહ નટુભા ચુડાસમા દ્વારા સંબંધિત તંત્રને વારંવાર લેખિત રજુઆતો કરવામાં આવી છે. તેમ છતાં નિગમના જવાબદાર અધિકારીઓ કોઈ ધ્યાન આપતા નથી અને લાપરવાહી દાખવી રહ્યા છે. તો અંગે ધંધુકા પ્રંત અધિકારી કે જિલ્લ ા કલેકટર ધ્યાન આપશે ખરાં ? તેવા ખેડુતો જણાવી રહ્યા છે.