અંબિકા પ્રાથમિક શાળા નં-૭ માં વૈદિક રીતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. પ્રાર્થનાસભામા રક્ષાબંધનના પવિત્ર તહેવાર અને સ્વાતંત્ર્ય દિન વિષે બાળકો અને શિક્ષકો દ્વારા રજુઆત કરવામાં આવી.તેમજ બાળકોએ અભિનય ગીતો રજૂ કર્યા હતા.વૈદિક રક્ષાસૂત્ર વિશે વિશેષ જાણકારી આપવામાં આવી હતી.બહેનોએ રાખડી બાંધી અને ભાઈઓએ બહેનને ભેટમાં વૃક્ષો આપીને વૃક્ષો વાવો અને પર્યાવરણ બચાવોનો સંદેશ આપીને વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી.આ કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવારે આચાર્ય ભરતભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ જહેમત ઉઠાવી હતી.વૈદિક સંસ્કૃતિના બહેનોએ હાજર રહી વૈદિક રક્ષાબંધન ની ઉજવણી કરાવી હતી.