ભારતની સાત ભાષાઓને આવરી લેતાં ભારતના લોકપ્રિય ડિજિટલ પ્લેટફોર્મ ” સ્ટોરી મિરર” દ્વારા ગુજરાતી ભાષાની વાર્તા-સ્પર્ધાનું આયોજન થયેલું.
આ સ્પર્ધામાં ગુજરાતના ૬૦૦૦ લેખકોએ ભાગ લીધેલો.એ પૈકી મહુવાના પ્રો.ડૉ.મનોજ જોશીની કૃતિ પ્રેમપથને પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે.
સ્ટોરી મિરર દ્વારા સાહિત્યના લગભગ તમામ સ્વરૂપોમાં કૃતિઓ પ્રસારિત થતી રહે છે અને સ્પર્ધાઓ યોજાતી રહે છે. દિલ્હી અને મુંબઇ ખાતે મુખ્ય કાર્યાલય ધરાવતા સોશિયલ મીડિયાના આ પ્લેટફોર્મ દ્વારા ૭ ભાષાઓના કવિઓ-લેખકો-સર્જકોની કૃતિઓ ઓનલાઇન પ્રસારિત થાય છે. તેના વાચકોની સંખ્યા ચાલીસ લાખ અને તેના લેખકોની સંખ્યા બાવીસ હજાર ઉપર છે.
મનોજ જોશી અર્થશાસ્ત્ર ના વિદ્યાર્થી હોવા છતાં નિવૃત્તિ બાદ પત્રકારત્વ અને લેખન ક્ષેત્રે પ્રશંસનિય પ્રગતિ સાધી શકવા બદલ તેમનું કહેવું છે કે પૂજ્ય મોરારિબાપુની વ્યાસપીઠના શ્રોતા તરીકે તેમ જ તેમની નિશ્રામાં યોજાતા સાહિત્યિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક કાર્યક્રમોમાંથી તેમને પ્રેરણા મળે છે.