જાફરાબાદનગર પાલિકાનો તાજ આખરે મહિલા સીટ પર હીરાભાઈ સોલંકી, ચેતનભાઈ શીયાળ અને તાલુકા પ્રમુખ કરણભાઈ બારૈયાની જહેમતથી સર્વાનુમતે કોમલ બહેન સરમણભાઈ બારૈયા અને ઉપપ્રમુખ તરીકે કબીરભાઈ રજાકભાઈ મોગલની વરણી થતા જાફરાબાદ શહેરમાં ભાઈચારાથી શાસનથી ખુશીનો માહોલ જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણી વખતે હીરાબાઈ સોલંકી ચેતનભાઈ શીયાળ, અને તાલુકા પંચાયતના પ્રમુખ કરણભાઈ બારૈયાની જહેમતથી ૨૮,૨૮ સીટ ભાજપની અને કોંગ્રેસને એક પણ ઉમેદવાર ન મળતા આખરે આખે આખી નગરપાલિકા સમરસ જાહેરાત કરતા ચૂંટણી અધિકારી પ્રજાપતિ ખુશી વ્યક્ત કરીને જણાવ્યું કે સમરસ થતા જાફરાબાદ શહેરના વિકાસ માટે સરકાર તરફથી ૧ કરોડ જેવી રકમ વિકાસ માટે મંજુર થશે અને તેબાબતે કોંગ્રેસના પીઢ આગેવાન ચંદુભાઈ બારૈયા પણ કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં વિધીવત સામેલ થઈને આ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હોય ત્યારે પણ સર્વ સંમતિથી કોંમી એકતાની રૂપે પ્રમુખ તરીકે સરમણભાઈ બારૈયાના પત્ની કોમલ બહેન બારૈયા અને ઉપપ્રમુખ તરીકે કોમી એકતાના પ્રતિકરૂપે કબીરભાઈ રજાકભાઈ મોગલ સર્વ સંમતિથી સર્વાનુમતે વરણી થતા કોળી સમાજ સમસ્ત ખારવા સમાજ અને વર્ષોથી નગરપાલીકાની પ્રમુખ તરીકે ઈમાનદારી પૂર્વક સેવા બજાવેલ ભગુભાઈ સોલંકી રામભાઈ સોલંકી છનાભાઈ બારૈયા, નારણભાઈ કે પટેલ ખારવા સમાજ તેમજ કોળી સમાજ આગેવાનો જીવનભાઈ બારૈયા, પાલાબાઈ પરમાર પટેલ, ઉપપ્રમુખ ભીમજીભાઈ બારૈયા તેમજ મુસ્લીમ સમાજના આગેવાનો ઈસુબભાઈ (હુસૈની ટ્રેડર્સ) ફારૂકભાઈ અદમાનભાઈ સહિત તેમજ વેપારી એસોસીએશનના હર્ષદભાઈ મહેતા સહિત વેપારી મંડળે ખુબ ખુબ અભિનંદન આપી કહેલ કે જાફરાબાદના વિકાસની કલગીમાં એક પીછુ કોમી એકતાનું ઉમેરાયાથી ખુશીનો માહોલ છવયો હતો.