રોટરેકટ કલબ ઓફ ભાવનગર યુથ દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી અલગ-અલગ સ્થ્ળ પર રક્ષાબંધનના પાવનપર્વની ઉજવણી કરતું આવ્યું છે. આ વર્ષ ભાવનગરની આશુતોષ વિદ્યાલયના સહયોગથી તે સ્કુલના ૩૦૦થી વધુ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો સાથે રક્ષાબંધનની ઉઝવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ બહેનો માટે રાખડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૬૦થી વષુ વિદ્યાર્થીઓએ ભાગ લઈને વિવિધ પ્રકારની રાખડી બનાવી હતી. ત્યાર બાદ બહેનોએ ભાઈને રાખડીબ ાંધી રક્ષાબંધનની પાવનપર્વની ઉજવણી કરી હતી. અને રક્ષાબંધન વિશેતા અને તેના ઈતિહાસ વિશેની માહિતી આપી હતી.