લાખાવાડ ગામના યુવા સંગઠન દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

1259

ઉમરાળા તાલુકાના લાખાવાડ ગામે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતુ લાખાવાડ ગામનું યુવા સંગઠન અને ભાવનગર બ્લડ બેંક સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રાજકીય આગેવાન મિલન કુવાડિયા ખાસ હાજર રહીને દીપની જ્યોત જલાવી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો કાર્યક્રમમાં લાખાવાડ તેમજ આજુબાજુના ગ્રામજનોના સહકારથી ૧૦૩ બોટલ જેટલું બ્લડ એકત્ર થયું હતું .

લાખાવાડ ગામના યુવાનો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીને લોકોને પ્રેરણા પૂરી પાડી છે અહીં નિસ્વાર્થ ભાવે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મિલન કુવાડિયા, વિજયભાઈ હુંબલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઉમરાળા પોલીસ અધિકારી પઢીયાર, સ્ટાફના રઘુભાઈ કોતર, ભરતસિંહ, ગીરીબાપુ સહિતના દ્વારા બ્લડ ડોનેટ કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આયોજક લખમણભાઈ કુવાડિયા અને સમગ્ર ગ્રામજનોએ દ્વારા કેમ્પને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી

Previous articleસિહોરની વિદ્યામંજરી સ્કુલમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ
Next articleરાણપુર ક્બરસ્તાનમાં વૃક્ષારોપણ