ભાવનગર મહાપાલિકા દ્વારા અદ્યતન સુવિધા સાથે તૈયાર થયેલ શહેરમાં પ્રથમ નવનિર્મિત મલ્ટી લેવલ પાર્કીંગ શહેરના હાર્દ સમા ગંગાજળીયા તળાવ ખાતે સ્વર્ણિમ જયંતિ મૂખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવેલ છે. જે શહેરના ગીચ વિસ્તારમાં પાર્કીંગની સમસ્યાનો ઉકેલ લાવવા માટેના હેતુથી કરવામાં આવેલ છે. જેમાં ગ્રાઉન્ડ ફલોર તથા બે માળનો સમાવેશ થાય છે. જે ૧૦૦ ફોર વ્હીલર, ૭૬ થ્રી વ્હીલર તથા ૮૩૭ ટુ વ્હીલર વાહનોની પાર્કીંગની સુવિધા સાથેનું રૂા. ૪.૩૩ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ છે. જેનું મંત્રી વિભાવરીબેન દવેના વરદ હસ્તે તા. ૧ઠને સાંજના પ-૦૦ કલાકે, ગંગાજળીયા તળાવ મલ્ટી લેવલ પાર્કીંગ ખાતે લોકાર્પણ કાર્યક્રમ રાખેલ છે. આ પ્રસંગે મેયર મનહરભાઈ મોરી, સાંસદ ડો. ભારતીબેન શિયાળ, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, ડે. મેયર અશોકભાઈ બારૈયા શાસકપક્ષ નેતા પરેશભાઈ પંડયા, વિપક્ષ નેતા જયદિપસિંહ ગોહિલ, સહિત આગેવાનો, અધિકારીઓ, નગરસેવકો, ગનજરનો ઉપસ્થિત રહ્યા હતાં.