ધંધુકા, ન.પા.માં પ્રમુખ ઉપપ્રમુખની સર્વાનુ મતે વરણી

772
guj2622018-7.jpg

ધંધુકા નગરપાલિકાના પ્રમુખ તથા ઉપપ્રમુખ ચૂંટણી ધંધુકા નગરપાલિકાના સભાખંડમાં પ્રાંત ઓફિસર દર્શના ભગલાણીની અધ્યક્ષતામાં યોજાઈ હતી આ પ્રસંગે નગરપાલીકાના ચીફ ઓફિસર વાય જે. ગણાત્રા તેમજ ધંધુકા મામલતદાર પરમાર ઉપસ્થિત રહ્યા હતા.
ધંધુકા નગરપાલિકાની ચૂંટણી નગરપાલિકા એક્ટ કલમ ૩૨ મુજબ યોજાઈ હતી.
અપક્ષ સભ્ય સરોજબેન કાનજીભાઈ સાંકળીયાએ ભાજપને ટેકો જાહેર કર્યો હતો નગરપાલિકાના પ્રમુખ તરીકે માધવીબેન અશોકભાઈ દિક્ષીત ભાજપના ઉમેદવારને ૧૫ મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર હનીફબેન ગનીબાઈ ભોંટરીયાને ૧૩ મત મળ્યા હતા નગરપાલિકાના પ્રમુખ તરીકે ભાજપના ઉમેદવાર માધવીબેન દિક્ષીતનો ૧૫ વિરૂધ્ધ ૧૩ મતે વિજય થયો હતો.
જ્યારે નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે વિજયભાઈ કાનજીભાઈ ચૌહાણને ૧૫ મત મળેલ હતા અને કોંગ્રેસના ઉપપ્રમુખ પદના ઉમેદવાર અમીતભાઈ દીલીપભાઈ રાણપુરાને ૧૩ મત મળ્યા હતા આમ ઉપપ્રમુખ પદે વિજયભાઈ મનજીભાઈ ચોહાણનો ૧૫ વિરૂધ્ધ ૧૩ મતે વિજય થયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ધંધુકા નગરપાલિકામાં કુલ ૨૮ સભ્યો છે જે પહેલી ૧૪ ભાજપના તથા ૧ અપક્ષ અને ૧૩ કોંગ્રેસના સભ્યો છે.
ધંધુકા નગરપાલિકામાં ભાજપે સત્તાના સુત્રો સંભાળ્યા છે આ વખતે એક વાત રસપ્રદ છે કે ૨૮ સભ્યો કુલ ૧૬ મહિલાઓ છે અને ૧૨ પુરૂષો છે નવા ચૂંટાયેલા પ્રમુખ તથા ઉપપ્રમુખ મુદત અઢીવર્ષની રહેશે આ મુદત તા.૨૪-૭-૨૦૨૦ના રોજ પુરી થશે.

Previous articleજાફરાબાદ નગરપાલિકામાં પ્રમુખ પદની સર્વાનુમતે વરણી
Next articleચાંચ બંદર ગામે આવેલ ઐતિહાસિક હવા મહેલમાં દિપડાએ પડાવ નાંખ્યો