નવી દિલ્હીઃ લંડનના લોડ્ર્સમાં રમાઇ રહેલી યજમાન ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની એશિઝ સિરીઝની બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. લોડ્ર્સ ટેસ્ટના અંતિમ દિવસે ઓસ્ટ્રેલિયન ટીમનો મિડલ ઓર્ડર બેટ્સમેન સ્ટીવ સ્મિથ આ ટેસ્ટ મેચમાથી બહાર થઈ ગયો છે. લોડ્ર્સ ટેસ્ટના ચોથા દિવસે સ્ટીવ સ્મિથને ડોક પર જોફ્રા આર્ચરનો એક ઝડપી બાઉન્સર વાગ્યો હતો, જ્યાર બાદ તે જમીન પર પડી ગયો હતો. બાદમાં ટીમના ફીઝિયો આવ્યા અને તેને સારવાર આપવાનો પ્રયત્ન ક્યો, પરંતુ ત્યારબાદ તે મેદાન છોડીને ચાલ્યો હતો હતો. સ્મિથને જ્યારે બોલ વાગ્યો ત્યારે તે ૮૦ રન પર બેટિંગ કરી રહ્યો હતો પરંતુ બાદમાં બેટિંગ કરવા આવ્યો અને ૯૨ રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ અંતિમ દિવસની રમત શરૂ થઈ તો ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી કે આ ટેસ્ટ મેચમાં સ્ટીવ સ્મિથ ઉપલબ્ધ રહેશે નહીં. સ્ટીવ સ્મિથના સ્થાને સ્ટ્ઠહિેજ ન્ટ્ઠહ્વેજષ્ઠરટ્ઠખ્તહીને રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. સ્ટીવ સ્મિથ કનકેસન એટલે કે મગજ હલવાના રિપોર્ટમાં સામેલ છે અને તે આ સમયે મેદાન પર ન ઉતરી શકે. હવે ત્રીજી ટેસ્ટમાં પણ તે સામેલ થશે કે નહીં તેના પર પણ શંકા છે.