ઓલિમ્પિક ટેસ્ટ ઇવેન્ટઃ ભારતીય મહિલા ટીમની કમાલ, ઓસ્ટ્રેલિયા સામે મેચ કરી ડ્રો

572

ભારતીય મહિલા હોકી ટીમે બે ગોલથી પાછળ રહ્યાં બાદ વાપસી કરતા રવિવારે અહીં ઓલિમ્પિક ટેસ્ટ ઇવેન્ટના રાઉન્ડ રોબિન લીગ મેચમાં વિશ્વની બીજા નંબરની ટીમ ઓસ્ટ્રેલિયાને ૨-૨થી ડ્રો પર રોક્યું હતું. ટૂર્નામેન્ટની બીજી મેચમાં ભારત માટે વંદના કટારિયા (૩૬મી મિનિટ) અને ગુરજીત કૌર (૫૯મી મિનિટ)માં ગોલ કર્યાં હતા. ઓસ્ટ્રેલિયા તરફથી કૈટલિન નોબ્સે ૧૪મી ઓવર અને ગ્રેસ ટ્‌વીવર્ટે ૪૩મી મિનિટમાં ગોલ કર્યા હતા. ભારતે શનિવારે પ્રથમ મેચમાં યજમાન જાપાનને ૨-૧થી પરાજય આપ્યો બતો. વિશ્વમાં ૧૦મા નંબરની ભારતીય ટીમે આક્રમક રીતે મેચની શરૂઆત કરી હતી. તેણે ઓસ્ટ્રેલિયાની આક્રમક હોકી જેવી રમત રમી અને બંન્ને ટીમોએ પેનલ્ટી કોર્નર હાસિલ કર્યો હતો. મેચની ૧૪મી મિનિટમાં ભારતીય ડિફેન્ડરે ગોલ પર એક શોટ રોકી લીધો ત્યારબાદ ઓસ્ટ્રેલિયાને પેનલ્ટી સ્ટ્રોક આપવામાં આવ્યો હતો. નોબ્સે ગોલ કરીને ટીમને ૧-૦ની લીડ અપાવી હતી. વિશ્વની બીજા નંબરની ટીમ બીજા ક્વાર્ટરમાં હાવી રહી અને ઘણા પેનલ્ટી કોર્નર મેળવીને ભારતીય ટીમને દબાવમાં લાવી હતી. ભારતીય ગોલકીપર સવિતાએ ઘણા સારા બચાવ કર્યાં જેથી હાફ ટાઇમ સુધી ઓસ્ટ્રેલિયા ૧-૦થી આગળ રહ્યું હતું. ભારતીય ખેલાડીઓએ મજબૂત વાપસી કરવાનો પ્રયત્ન કર્યો હતો. ટીમે ૫૯મી મિનિટે પેનલ્ટી કોર્નર હાસિલ કર્યું હતું. ડ્રૈગ-ફ્લિકર ગુરજીત કૌરે ગોલ કરીને મેચ ડ્રો કરાવી હતી. ભારતીય ટીમ પોતાની ત્રીજી અને અંતિમ રાઉન્ડ રોબિન મેચમાં મંગળવારે ચીન સામે ટકરાશે.

Previous articleશ્રીલંકાએ પ્રથમ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડને ૬ વિકેટે હરાવ્યું
Next articleગડકરીની ઓફિસરોને ચેતવણીઃ આઠ દિવસમાં કામ પૂરું કરો નહિ તો…..