નવા વાડજ વિસ્તારમાં આવેલા મ્ઇ્જી વર્કશોપમાં બસની બેટરીઓમાં આગ લાગી હોવાનો મેસેજ ફાયર કંટ્રોલરૂમને મળ્યો હતો. જેના પગલે ફાયરબ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યા બાદ આગની મોકડ્રિલ હોવાનું બહાર આવ્યું હતું.
નવી બેટરી ઓપરેટેડ બસની બેટરીમાં આગ લાગે ફાયર વિભાગ દ્વારા બેટરીઓમાં આગ લાગે ત્યારે કઇ રીતે કામગીરી કરવી તેની મોકડ્રિલ રાખવામાં આવી હતી.
ફાયરના ચીફ ઓફિસર એમ.એફ દસ્તુરે જણાવ્યું હતું કે, નવી બેટરી ઓપરેટેડ બસમાં આગ લાગે ત્યારે કેવી રીતે અને ક્યાં સાધનો વડે તેને કાબૂમાં લાવવી તેના આ માટે મોકડ્રિલ રાખવામાં આવી હતી.