સરગાસણમાંથી ૯.૫૦ લાખના મુદ્દામાલ સાથે ૭ જુગારી ઝડપાયા

439

જુગારની મૌસમ હોય તેમ જિલ્લામાંથી રોજ બે-ત્રણ કેસ નોંધાઈ રહ્યાં છે ત્યારે જિલ્લામાં સરગાસણ, પેથાપુર અને દંતાલી ત્રણ સ્થળેથી મળી કુલ ૧૬ જુગારીઓ ઝડપાયા છે.

પીઆઈ એસ. જે. રાજપૂતના માર્ગદર્શનમાં ઈન્ફોસિટી પોલીસે બાતમીના આધારે સરગાસણ સ્વાગત એફોર્ડમાં ફ્‌લેટ નં-ૐ-૩૦૨ ખાતે રેડ કરી હતી. જેમાં ફ્‌લેટમાં જ રહેતાં ભાવીક નરેશભાઈ પટેલ, દર્પિત ભરતભાઈ પટેલ, હિમાંશુ ઉર્ફે ભુરો નવનીતભાઈ પટેલ, બાયડના તેનપુરમાં રહેતાં સચિન બળવંતભાઈ પટેલ, કરણ ચીમનભાઈ પટેલ, નિકોલમાં રહેતો દિપેશ જવાહલાલ પટેલ તથા બાપુનગર હિરાવાડીને હર્ષદ મંગળદાસ પટેલ જુગાર રમતા રંગે હાથ ઝડપાયા હતા. જેઓની પાસેથી પોલીસે ૩૪,૮૦૦ રૂપિયા રોકડા, ૯ મોબાઈલ, ૮ લાખની કિંમતની કાર અને ૨૫ હજારની કિંમતનું બાઈક જપ્ત કર્યું હતું.

અન્ય એક કેસમાં, પેથાપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ જયપાલસિંહને પેથાપુર ટાઉન ખાતે જશુ રામાજી ઠાકોર જુગાર રમાડતો હોવાની બાતમી મળી હતી.જેના આધારે પોલીસે રેડ કરીને જશુ ઠાકોર સાથે પેથાપુરના ગજુ કરશનભાઈ દંતાણી, ભુપત કાનાભાઈ રાવળ અને નગીન ડાહ્યાભાઈ જાદવને દબોચી લીધા હતા. આરોપીઓ પાસેથી પોલીસે ૧૦,૪૭૦ રોકડા અને ત્રણ મોબાઈલ મળી ૧૨૯૭૦ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અડાલજ પોલીસે બાતમીના આધારે દંતાલી મુખીવાસમાંથી પાંચ જુગારીને ઝડપી લીધા છે. પોલીસે દંતાલી ગામના જ દિનેશ ઠાકોર, કનુ પટેલ, અંકિત ઠાકોર, ભરત પટેલ, રાજેશ રાવળને ૨૧૫૦ રૂપિયા રોકડા સાથે ઝડપી લીધા હતા. પેથાપુર પોલીસે ટાઉન વિસ્તારમાંથી ચાર જુગારીઓને ઝડપી લીધા હતા.

 

Previous articleબઢતી અને બદલી સહિતના ૧૭ પડતર પ્રશ્નો અંગે મહેસુલી કર્મીઓના ધરણાં
Next articleબિલોદરા ગામના પાટિયા પાસેથી દારૂ ભરેલી કાર ઝડપાઇ