બઢતી અને બદલી સહિતના ૧૭ પડતર પ્રશ્નો અંગે મહેસુલી કર્મીઓના ધરણાં

494

બઢતી, બદલી અને અન્ય પાયાના પ્રશ્નોને લઈને ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા ગાંધીનગર કલેક્ટર કચેરી પાસે ધરણાં કરાયા હતા. સામાન્ય લોકોને તકલીફ ન પડે તે માટે મંડળ દ્વારા શનિવારે ૧૭ માંગણીને લઈને ધરણાં કર્યા હતા. તેમજ આ અંગે ૨૬મીએ માસ ઝ્રન્અને ૨૯ ઓગસ્ટથી અચોક્કસ મુદ્દતની હડતાળની ચીમકી આપી હતી.

મહેસુલી કર્મચારી મહામંડળની મુખ્ય માંગોમાં રેવન્યુ તલાટી સંવર્ગ મહેસૂલમાંથી રદ કરીને પંચાયત મંત્રી કેડરમાં મર્જ કરવા, ક્લાર્કને નાયબ મામલતદાર કક્ષાએ પ્રમોશનમાં મૂળ મહેકમના જિલ્લામાં મુકવા, સિનિયોરીટીની યાદી તૈયાર કરવા, જગ્યા હોય ત્યાં ફેરબદલી, ઈજાફા, સાતમા પગાર પંચના બાકી ભથ્થા અને રાજ્યમાં નાયબ મામલતદારની ૨૪૦૦ ખાલી જગ્યાઓ તાત્કાલિક ધોરણે ભરવાની માંગનો સમાવેશ થાય છે. મહામંડળ દ્વારા આ મુદ્દે અધિક મુખ્ય સચિવ સામાન્ય વહિવટ અને અધિક મુખ્ય સચિવ મહેસુલ વિભાગને આવેદન આપી રજૂઆત કરાઈ છે.

આ અંગે મહામંડળના પ્રમુખ વિરમ દેસાઈએ જણાવ્યું હતું કે, જો અમારી માંગણીઓ નહીં સંતોષાય તો ૧૯થી ૨૩ ઓગષ્ટ વર્ક ટુ રૂલ અને કાળીપટ્ટી ધારણ કરીશું. ૨૬ ઓગષ્ટના રોજ માસ સીએલ અને જિલ્લા કચેરીએ સુત્રાચ્ચાર કરાશે. છતાં પણ અમારી માંગણીઓ નહીં સંતોષાય તો ૨૯ ઓગષ્ટથી અચોક્કસ મુદ્દતની હડતાળનો નિર્ધાર કરાયો છે.’બઢતી, બદલી અને અન્ય પાયાના પ્રશ્નોને લઈને ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા ગાંધીનગર કલેક્ટર કચેરી પાસે ધરણાં કરાયા હતા. સામાન્ય લોકો અને અરજદારોને તકલીફ ન પડે તે માટે મંડળ દ્વારા શનિવારે રજાના દિવસે પોતાની ૧૭ માંગણીઓને લઈને ધરણાં કર્યા હતા.

આ અંગે કર્મચારી મહામંડળની માંગોમાં રેવન્યુ તલાટી સંવર્ગ મહેસૂલમાંથી રદ કરી પંચાયત મંત્રી કેડરમાં મર્જ કરવા, ક્લાર્કને નાયબ મામલતદાર કક્ષાએ પ્રમોશનમાં મૂળ મહેકમના જિલ્લામાં મુકવા, સિનિયોરીટીની યાદી તૈયાર કરવા, નાયબ મામલતદારની ૨૪૦૦ ખાલી જગ્યાઓ ધોરણે ભરવાની માંગનો સમાવેશ થાય છે.

Previous articleBRTS વર્કશોપમાં ફાયર વિભાગની મોકડ્રિલ
Next articleસરગાસણમાંથી ૯.૫૦ લાખના મુદ્દામાલ સાથે ૭ જુગારી ઝડપાયા