સાવરકુંડલાના વૃધ્ધ દોડવીરનું મુસ્લિમ જમાત દ્વારા સન્માન કરાયું

792
guj2622018-8.jpg

સાવરકુંડલા શહેરનું નામ દેશભરમાં ગુંજતું કરીને ૧૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ અને લાંબીકુદમાં સિલ્વર મેડલ નેશનલ વિજેતા કાશમભાઈ કુરેશીનું સાવરકુંડલાના સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ ઇરફાનભાઈ કુરેશીએ મસ્જિદે ઉષ્માને ઉંમર ખાતે જુમ્માના દિવસે સન્માનિત કરીને ભારત દેશનું નામ રોશન કરનાર દોડવીર કુરેશીને બિરદાવ્યા હતા સૂફીસંત અલ્હાજ સરકાર દાદાબાપુ કાદરીની દુઆએ ખૈરથી દિલ્હીમાં ડંકો વગાડનાર કાશમભાઈ કુરેશી (જીપ) એ ૭૮ વર્ષની ઉંમરે યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિથી ૩ હજાર ઉપરાંતના સ્પર્ધકોને મ્હાત કરીને સાવરકુંડલા મુસ્લિમ સમાજનું નામ દિલ્હીમાં ગુંજતું કરનારની સરાહના કરીને હજારો મુસ્લિમોની હાજરીમાં મસ્જિદમાં સન્માનિત સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ ઇરફાનભાઈ કુરેશીએ કર્યું હતું.

Previous articleરાજુલાના વિકટર-ડુંગર રોડ પરથી સાવજનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર
Next articleરથયાત્રા કાર્યાલયમાંથી ચોરી કરનાર શખ્સ ઝડપાયો