રેવન્યુ કર્મીઓ ધરણાં પર બેઠા, ૨૯મીથી હડતાલની ચીમકી

1141

પ્રમોશન અને બદલી સહિતના પ્રશ્નોનો લાંબા સમથી ઉકેલ નહીં આવતા મહેસૂલી કર્મચારીઓએ સરકાર સામે આંદોલનના મંડાણ કર્યા છે. ફરી એકવાર અચોક્કસ મુદ્દતની હડતાલની ચિમકી પણ ઉચ્ચારી છે.

અગાઉ મંત્રી કક્ષાએથી ખાત્રી અપાયા બાદ પણ યોગ્ય કાર્યવાહી નહીં થતા મહેસૂલી કર્મચારીઓએ ફરી આંદોલન શરૂ કર્યું છે. શનિવારે જિલ્લા કલેક્ટર અને અન્ય મહેસૂલી કચેરીઓ ખાતે કર્મચારીઓએ પ્રતિક ધરણા કરીને આંદોલન શરૂ કર્યું હતું. સોમવારથી શુક્રવાર સુધી વર્ક ટુ રૂલ ઉપરાંત તમામ ૧૦ હજાર જેટલા મહેસૂલી કર્મીઓ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવશે. ૨૬મીએ જિલ્લા કચેરી ખાતે સૂત્રોચ્ચાર તેમજ ૨૯ ઓગષ્ટથી તમામ કર્મીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર જશે.મહેસૂલી કર્મચારી મંડળના પ્રમુખ વિરમ દેસાઇએ કહ્યું કે ૧૧ જેટલા પ્રશ્નો અંગે સરકાર સાથે અનેક બેઠક છતાં નિરાકરણ નહીં આવતા આંદોલનની ફરજ પડી છે.

Previous articleટોટણા પાસે બનાસ નદીમાં પિતા સાથે નાહવા પડેલા પુત્રનું ડૂબી જવાથી મોત
Next articleડેન્ગ્યૂના લારવાવાળી ૧૪ બાંધકામ સાઇટને નોટિસ