જમ્મુના પાંચ જિલ્લામાં ટુજી ઇન્ટરનેટ સેવા ફરીવાર બંધ

435

કલમ ૩૭૦ની નાબૂદી થયા બાદ જમ્મુમાં ફેલાવવામાં આવી રહેલી અફવાઓને રોકવા માટે આજે ફરી એકવાર પાંચ જિલ્લા જમ્મુ, સાંબા, કઠુઆ, ઉધમપુર અને રિયાસીમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. એક દિવસ પહેલા જ આ તમામ વિસ્તારોમાં ઓછી ઝડપ સાથે ટુજી મોબાઇલ ઇન્ટરનેટ સેવા શરૂ કરવામાં આવી હતી. અફવાથી બચવાને લઇને તથા સમગ્ર વિસ્તારમાં શાંતિ જાળવી રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસના એક અધિકારીએ કહ્યું છે કે, સંબંધિત અધિકારીઓને તમામ ઇન્ટરનેટ સેવાને તાત્કાલિક ધોરણે બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. અફવાઓનું બજાર ગરમ થયું છે. કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપનાર કલમ ૩૭૦ને નાબૂદ કરવામાં આવ્યા બાદ તેને બે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર અને લડાખમાં વિભાજિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એક દિવસ પહેલા જ ચોથી ઓગસ્ટના દિવસે પણ કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. જમ્મુ ક્ષેત્રના પાંચ જિલ્લામાં ટુજી મોબાઇલ ઇન્ટરનેટ સેવા શરૂ કરવામાં આવ્યા બાદ જમ્મુના પોલીસ મહાનિર્દેશક મુકેશ સિંહે ચેતવણી આપતા કહ્યું હતું કે, સોશિયલ મિડિયા ઉપર બોગસ સંદેશા અને વિડિયો પ્રસારિત કરનાર સામે કઠોર કાર્યવાહી કરવામાં આવશે. બીજી બાજુ જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ફેસબુક ઉપર જાહેર વ્યવસ્થા માટે ખતરા તરીકે હોવાની વાત કરનાર બે લોકોની સામે વાત કરવામાં આવી છે. આ બે શખ્સોની ઓળખ અતીક ચૌધરી અને ફારુક ચૌધરી તરીકે થઇ છે. ફેસબુક આઈડી ક્રમશઃ ચૌધરી અતીક રાજૌરી અને ફારુક ચૌધરીના નામથી મળતા કાર્યવાહી કરવામાં આવી છે. બંનેની સામે ધર્મ અને ક્ષેત્રના આધાર પર નફરત ફેલાવવાના મામલામાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.

અત્રે નોંધનીય છે કે, ગઇકાલે જમ્મુમાં તો સ્કુલ અને કોલેજ પહેલાથી જ ખુલી ગયા બાદ મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાને ફરી શરૂ કરવામાં આવી હતી.  જમ્મુમાં ટુજી સ્પીડની સાથે નેટ સેવા નેટ સેવા ફરી શરૂ કરવામાં આવી હતી. કાશ્મીરમાં લેન્ડલાઇન સેવા પહેલાથી જ શરૂ કરવામા ંઆવી હતી. સ્થિતને સામાન્ય કરવા કાશ્મીર ખીણના ૧૭ એક્સચેંજમાં લેન્ડલાઇન સેવા શનિવારના દિવસથી ફરી શરૂ કરવામાં આવી હતી. અધિકારીઓએ કહ્યુ છે કે ૧૦૦થી વધારે ટેલિફોન એક્સચેંજમાંથી ૧૭ને પુનસ્થાપિત કરવામાં આવ્યા હતા. દક્ષિણ કાશ્મીરમાં કાજીગુન્દ અને પહેલગામ વિસ્તારમાં પણ સેવા ફરી શરૂ કરવામાં આવી હતી.

કેન્દ્ર સરકારના જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા  બાદ કેટલાક વિસ્તારોમાં હજુ પણ તંગ સ્થિતી બનેલી છે. આ કલમ નાબુદ કરવામાં આવ્યા બાદ પાંચ ઓગષ્ટથી અહીં મોબાઇલ અને ફોન તેમજ લેન્ડલાઇન સહિતની ટેલિફોન સેવા સ્થગિત કરવામાં આવી હતી.  જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ લાગુ કરવામાં આવેલા અંકુશ હવે ધીમે ધીમે હળવા કરવામાં આવી રહ્યા છે. અંકુશોને દુર કરતી વેળા તમામ કાળજી રાખવામાં આવી રહી છે. કલમ ૩૭૦ નાબુદ કરવામા ંઆવ્યા બાદ સ્થિતી તંગ બનેલી હતી. જે વિસ્તારમાં હિંસાની દહેશત રહેલી છે ત્યાં અંકુશ હજુ પણ લાગુ છે.

Previous articleમોદીના ભાષણથી ચિદમ્બરમ બાદ હવે શોટગન પ્રભાવિત છે
Next articleહવે જે વાતચીત થશે તે માત્ર પોક પર થશે : રાજનાથની સ્પષ્ટ વાત