ભાવનગર શહેરના ચાવડીગેટ, પાવર હાઉસની બાજુમાં, બાપુની વાડીમાં આવેલ દારૂલ ઉલુમ નુરે મહોમંદી સંસ્થા દ્વારા ૧પમી ઓગષ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી, સંસ્થાના પટાંગણમાં ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજાયા હતાં, જેમાં અયુબબાપુ અને કાળુભાઈ બેલીમે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો, આ પ્રસંગે દારૂલ ઉલુમ નુરે મહમંદીના પ્રિન્સીપાલ મુફતી ગુલામમોહમ્મદ, મૌલાના વલીમોહંમદ ચીસ્તી, મૌલાના તસ્લીમરઝા નુરી, મૌલાના જાબીર નુરી સહિતના આલીમ સાહેબો, મૌલાના સાહેબો તેમજ મદ્રેસાના બાળકો ખાસ ઉપસ્થિત રહ્યા હતાં, મહાનુભાવોએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યુ હતું.