ચોરાઉ મો.સા. સાથે બોરતળાવનો શખ્સ ઝડપાયો

728
bvn2622018-3.jpg

શહેરના મેઘાણીસર્કલમાંથી નવરાત્રિ દરમ્યાન મોટરસાયકલની મિત્રની મદદથી ચોરી કરનાર બોરતળાવ મફતનગરમાં રહેતા શખ્સને એલસીબીએ ઝડપી લીધો છે.
ભાવનગર, એલ.સી.બી. ની ટીમ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.તે દરમ્યાન ઘોઘાસર્કલ, લીંબડીયુમાં આવેલ ખેતલા આપા ટી-સ્ટોલ સામે આવતાં શંકાસ્પદ મો.સા. સાથે ગોપાલ કરશનભાઇ સોલંકી ઉ.વ.૧૯ રહે.બોરતળાવ, પોર્ટકોલોની, મફતનગરવાળો મળી આવેલ. તેનાં કબ્જામાં રહેલ કાળા કલરનાં હિરો હોન્ડા સ્પ્લેન્ડર મો.સા. અંગે તેની પાસે આધાર-પુરાવા માંગતાં નહિ હોવાનું જણાવેલ.જે મો.સા. તેણે ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતાં કિ.રૂ.૩૦,૦૦૦/- ગણી શક પડતી મિલ્કત ગણી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.અને તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ.ઇસમની પુછપરછ કરતાં તેણે ગઇ નવરાત્રીનાં ત્રીજા નોરતે પોતાના મિત્ર મીત સુનીલભાઇ ગોહિલ રહે.સરીતા સોસાયટી, ભાવનગર વાળા સાથે મળીને મેઘાણીસર્કલ પાસેથી ઉપરોકત મો.સા. ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ.
આ કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા નાંઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં પરાક્રમસિંહ ગોહિલ, ગુલમહંમદભાઇ કોઠારીયા, ભહિપાલસિંહ ચુડાસમા, સત્યજીતસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Previous articleશહેરમાં યોજાયેલ સમુહ શાદીમાં અંધ ઉદ્યોગ શાળાના બાળકો સહભાગી થયા
Next articleBMC સ્પોર્ટલીગનુ સમાપન