ભાવનગર પુર્વના ધારાસભ્ય બને ગુજરાત રાજયના શિક્ષણમંત્રી, વિભાવરીબેન દવે દ્વારા શહેરના જવાહર મેદાન ખાતે ત્રિ-દિવસીય જન્માષ્ટમી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેનું ઉદ્દઘાટન પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના હસ્તે તા. ર૩ના રોજ કરવામાં આવશે જન્માષ્ટમી મેળામાં ત્રણેય દિવસ અલગ-અલગ કલાકારો ગીતા રબારી, કીંજલ દવે તેમજ ઓસમાણ મીરના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે તો શહેરના ગરીબ બાળકો પણ મેળાની મજા માણી શકે તે માટે ૪૦ હજાર ફ્રી રાઈડ્સના પાસ આપવામાં આવ્યા છે. તેમ આજે વિભાવરીબેન દવેએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
સૌરાષ્ટ્રના રાજકોટ તથા જામનગરમાં વર્ષોથી જન્માષ્ટમી લોકમેળાનું ભવ્ય આયોજન થાય છે ત્યારે ભાવનગરના લોકો પણ જનમાષ્ટમી મેળાનો આનંદ માણી શકે તેવા આશયથી ર૦૧૭માં વિભાવરીબેન દ્વારા જાહર મેદાનમાં જન્માષ્ટમી મેળાનો પ્રારંભ કરવામાં આવેલ. જેને સફળતા મળેલ પરંતુ ગત વર્ષે ર૦૧૮માં પુર્વ પ્રધાનમંત્રી બાજપાઈજીના નિધનથી રાષ્ટ્રીય શોકના કારણે આયોજન કરાયેલ નહીં પરંતુ આ વર્ષે જન્માષ્ટમી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
ત્રણ દિવસ ચાલનારો આ જન્માષ્ટમી મેળો ૭૦ હજાર મીટરની જગ્યામાં રહેશે. જેમાં ચાર ગેઈટમાંથી આવન-જાવન કરી શકાશે. બે ભાગમાં વહેચાયેલા મેળામાં એકમાં વિવિધ સ્ટોલ, રાઈડ્સ હશે જયારે બીજા ભાગમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, ઓરકેસ્ટ્રા સહિતના કાર્યક્રમો યોજાશે. મેળામાં દરરોજ પ૦ હજાર જેટલા લોકો મુલાકાત લેશેત ેવો અંદાજ રખાયો છે. સકીયુરીટી સહિતની વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવેલ છે. જયારે મેળામાં સરકાર દ્વારા મંજુર કરાયેલી રાઈડ્સ રાખવામાં આવેલ છે અને દરેક રાઈડ્સનલી જવાબદારી કંપનીના માલિકની રહેશે તેના માટઠે દોઢ કરોડનો વિમો લેવાયો હોવાનું પણ જણાવેલ. આ મેળામાં સેલ્ફી ઝોન, પાર્કીંગ, ફાયર, એમ્બ્યુલન્સ, સિકયુરીટી, પોલીસ બંદોબસ્ત તેમજ આરામદાયક બેઠક વ્યવસ્થા કરવામાં આવી હોવાનું ભરતસિંહ ગોહિલ, રાજુભાઈ બાંભણીયા મેયર મનભા મોરી, યોગેશભાઈ બદાણી સહિતે જણાવ્યું હતું.